કપલે જોયું માટીમાંથી ઘર બનાવવાનું સપનું, પસંદ કર્યું એવું ગામ કે જ્યાં વરસાદમાં ઘર ધોવાઈ જતા પરંતુ આ કપલે અપનાવ્યો 700 વર્ષ જૂનો નુસખો

700 વર્ષ જૂની પદ્ધતિથી આ કપલે બનાવ્યું પોતાનું સપનાનું ઘર, ખાસિયતો જાણીને તમે પણ હેરાન રહી જશો, જુઓ અંદરનો નજારો

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાની કમાણીથી પોતાનું એક ઘર બનાવે. જેમાં તે ખુબ જ શાંતિ અને આરામથી રહી શકે. આજકાલ લોકો તેમના સપનાનું ઘર બનાવવા માટે તેમના જીવનભરની કમાણીનું રોકાણ કરે છે. મોટાભાગના લોકો ઈચ્છે છે કે તમામ સુવિધાઓથી ભરપૂર વૈભવી ઘર હોય. પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જેઓ આલીશાન ઘરને બદલે માટીના મકાનમાં રહેવાનું પસંદ કરે છે.

પુણેમાં એક કપલે એવું ઘર બનાવ્યું છે, જેના કારણે તેઓ દેશભરમાં ખૂબ ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે આ માટીનું ઘર તેઓએ પોતાના હાથે બનાવ્યું છે. તેઓએ 700 વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ઘર બનાવ્યું છે. પુણેના રહેવાસી યુગા અખારે અને સાગર શિરુડેએ પોતાની મહેનતના આધારે બે માળનું માટીનું ઘર બનાવ્યું છે.

ગામના લોકો પણ આ ઘરની ખાસિયત જાણીને આશ્ચર્યચકિત છે. કારણ કે તેમનું માટીનું ઘર પાણીમાં ધોવાઈ જાય છે, પરંતુ યુગ અને સાગરના ઘર સુધી પાણી પહોંચ્યું પણ ન હતું. ગામના લોકોએ કહ્યું હતું કે વાવાઝોડા દરમિયાન તેમનું ઘર પણ બરબાદ થઈ જશે, જોકે આવું કંઈ થયું નથી.

હકીકતમાં યુગ અને સાગરે એક દિવસ બેસીને વિચાર્યું કે તેઓ પૂણેના વાઘેશ્વર ગામમાં પોતાનું ઘર બનાવશે. તેણે તે જ સમયે વિચાર્યું હતું કે તે તેને બનાવવા માટે માત્ર વાંસ અને માટીનો ઉપયોગ કરશે. આ પછી જ્યારે તેણે ગ્રામજનોને તેના સ્વપ્ન વિશે કહ્યું, ત્યારે ગામના લોકોએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે માટીના મકાનો ન બનાવો. કારણ કે આ જગ્યાએ ઘણો વરસાદ છે, જેમાં માટીના મકાનો ધોવાઈ જશે.

જો કે આ પછી પણ બંને દંપતીને માટીનું ઘર બનાવવાની જીદ હતી. આ પછી બંનેએ પોતાના સપનાનું ઘર જાતે જ આકાર આપવાનું શરૂ કર્યું. ધ બેટર ઈન્ડિયા વેબસાઈટ અનુસાર બંને વ્યવસાયે આર્કિટેક્ટ છે અને તેમણે ઘણી સંસ્થાઓ અને ઈમારતોની ડિઝાઈન તૈયાર કરી છે. આ કારણોસર તેણે એક ખાસ ડિઝાઇન સાથે પોતાનું માટીનું ઘર બનાવ્યું. તેણે પોતાના ઘરનું નામ ‘મિટ્ટી મહેલ’ રાખ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ દંપતીએ પોતાનો આ મહેલ બનાવવા માટે માત્ર 4 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તેને બનાવવા માટે તેણે બોટલ અને ડોબ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ 700 વર્ષ જૂની ટેક્નોલોજી છે.

આ કારણે ઉનાળાની ઋતુમાં દિવાલો ઠંડી રહે છે, જ્યારે શિયાળાની ઋતુમાં ગરમીનો અનુભવ કરી શકાય છે. આ ઘર બનાવવામાં વાંસ, ઘાસ અને લાલ માટીનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ઇંટો અને વાંસને માટીથી ચોંટાડી દેવામાં આવી છે.
( તસવીર સૌજન્ય: ધ બેટર ઇન્ડિયા)

Niraj Patel