ન્યુયોર્કમાં અહીંયા અચાનક જ 10 લોકોના થયા મૃત્યુ, વિદેશ જવાના સપના જોનારા ચેતી જજો

ન્યૂયોર્કના એક સુપરમાર્કેટમાં શનિવારે ગોળીબાર થયો હતો. જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ગોળીબાર કરનારની ઓળખ કોંકલિનના પીટન ગેન્ડ્રોન તરીકે થઈ છે. આરોપીઓએ 13 લોકો પર ફાયરિંગ કર્યું હતું. જેમાંથી 11 અશ્વેત હતા. તમને જણાવી દઈએ કે ફાયરિંગ બફેલો શહેરથી દૂર ઉત્તરમાં થયું હતું.એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ બફેલોમાં બંદૂકથી ગોળીબાર કર્યો હતો. ત્યાં પોલીસે કહ્યું કે આ નફરત અને વંશીય પ્રેરિત હિંસા છે. બફેલોના મેયરે કહ્યું કે આ ખૂબ જ ખરાબ ઘટના છે.

અમે દુઃખી છીએ અને આવી ઘટનાઓનો સામનો કરી રહ્યા છીએ. અમે એ પણ કહી શકતા નથી કે અમારા ઘા કેટલા ઊંડા છે. બફેલો પોલીસના જણાવ્યા અનુસાર બંદૂકધારી આ સમગ્ર ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો. તે મિલિટરી ગિયર સાથે એક દુકાનમાં પ્રવેશ્યો અને લોકોને ખેંચીને પાર્કિંગમાં લઈ ગયો. આ પછી આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. શંકાસ્પદને સુપરમાર્કેટમાં પ્રવેશતા અને અન્ય કેટલાક પીડિતોને ગોળી મારતો જોવા મળ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં નિવૃત્ત પોલીસ અધિકારીનું પણ મોત થયું હતું. આ ઘટના અંગે ગવર્નરે કહ્યું, “હું આશા રાખું છું કે આ માણસ, આ ગોરો સર્વોપરીવાદી જેણે એક નિર્દોષ સમુદાય સામે ધિક્કારનો ગુનો કર્યો છે, તે તેની બાકીની જીંદગી જેલના સળિયા પાછળ વિતાવશે.”ઉલ્લેખનીય છે કે, સુપરમાર્કેટમાં કામ કરનાર 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. સુરક્ષાગાર્ડના રુપમાં કામ કરી રહેલા એક રિટાયર્ડ પોલીસ અધિકારીએ સંદિગ્ધને ગોળી મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળતા ન મળી.

પોલીસે કહ્યું કે સંદિગ્ધ પાસે એક તાકાતવર રાઇફલ હતી અને તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું. FBIએ આ ઘટનાને હિંસક ઉગ્રવાદ ગણાવી. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે આ ઘટનાની તપાસ ઘ્રૃણા અપરાધ અને નસ્લીય રુપથી પ્રેરિત હિંસક ચરમપંથના રુપમાં કરી રહ્યા છીએ.

Shah Jina