આજથી થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, આ 4 રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર

બુધ થઈ રહ્યો છે માર્ગી, 3 રાશિના લોકોને થશે લાભ તો એકને થશે નુકશાન

બુધ ગ્રહ પોતાની ચાલ બદલી રહ્યો છે જેની અસર જાતકો પર પડશે. બુધના માર્ગી થવાથી લોકોના સંવાદ,તર્ક, બુદ્ધિ અને ધન પર તેની અસર જોવા મળશે. આ અંગે જ્યોતિશાચાર્યોએ જણાવ્યું છે કે બુધના માર્ગી થવાથી સૌથી વધુ અસર 4 રાશિના જાતકો પર થશે. આ અસર શુભ અને અશુભ બન્ને છે. આ અંગે વિસ્તારથી સમજીએ તો બુધની સીધી ચાલ 3 રાશિના લોકો માટે શુભ અને 1 રાશિના લોકો માટે અશુભ સાબિત થશે. તો આવો જાણીએ કે 4 ફેબ્રુઆરી સવારે 9.16 વાગ્યેથી મકર રાશિમાં માર્ગી થનારા બુધની કઈ કઈ રાશિ પર અસર થશે.

1. મેષ : મેષ રાશિના જાતકો માટે બુધની સીધી ચાલ ખુબ સારા સમાચાર લઈને આવશે. તેમને નોકરીમાં પ્રમોશન મળશે અને આર્થિક દ્રષ્ટીએ પણ ખુબ લાભ થશે. તમારા કામની કદર થશે અને નવી તકો મળશે. આ સમયે તમે રોજ 41 વખત ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી સારૂ ફળ મેળવી શકો છો.

2. વૃષભ : આ ઉપરાંત બુધનું માર્ગી થવાથી વૃષભ રાશિના જાતકોના સારા દિવસો આવશે. તેમના અટકી પડેલા કાર્યો બહુ જલ્દી પૂર્ણ થશે. વેપાર ધંધામાં નવા નવા સીમા ચિન્હ પ્રાપ્ત કરી શકશો. વેપારીઓના બિઝનેસમાં મોટો ઉછાળો આવશે. તમે આ દિવસો દરમિયાન 32 વખત ઓમ બ્રાં બ્રીં સ: બુધાય નમ:નો જાપ કરી શકો છો તેનાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

3. મકર : બુધની સીધી ચાલ મકર રાશિના જાતકો માટે ફળદાઈ સાબિત થશે કારણ કે બુધ આ જ રાશિમાં વક્રી હતો અને હવે તે માર્ગી થવા જઈ રહ્યો છે. આ જાતકોના જીવનમાં આવતી તમામ સમસ્યાનો ઉકેલ આવશે. નવા પ્રોજેક્ટ મળશે. ઘરમાં પૈસાની તંગી દૂર થશે. પરિવાર અને મિત્રોનો સાથ મળશે. આ સાથે સારા પરિણામ માટે તમે નારાયણીયમ મંત્રનો પાઠ કરી શકો છો.

4. ધન : જણાવી દઈએ કે ધન રાશિના જાતકો માટે આ સમયગાળો નુકશાનકારક સાબિત થશે. આ લોકોને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. તેથી લેવળ દેવળ અને ખર્ચમાં ધ્યાન રાખવુ. નોકરી ધંધામાં પણ મુશ્કેલી આવી શકે છે. શરીરનું ધ્યાન  ના રાખવુ તે મોટી માંદગીમાં ફસાઈ શકો છો. આના નિવારણ માટે તમે રોજ 108 વાર ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી શકો છો.

YC