આ 3 રાશિઓ માટે લકી સાબિત થશે બુધનો ‘ડબલ રાજયોગ’, અપાર ધનલાભ-સમ્માન અને કામમાં સફળતા…

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયનો દેવતા, સૂર્યને ગ્રહોનો રાજા અને બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. એક તરફ, સૂર્ય-બુધ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે જ્યારે બીજી તરફ શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ 2.5 વર્ષનો સમય લાગે છે, અને એટલે જ શનિને ફરીથી તે રાશિમાં પાછા ફરવા માટે 30 વર્ષનો સમય લાગે છે.

હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત છે જેના કારણે શશ રાજયોગ બની રહ્યો છે. સૂર્ય અને બુધ પણ કુંભ રાશિમાં છે, અને તેને કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. બુધ અને શનિ વચ્ચે પણ સંયોગ રચાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં બુધ કુંભ રાશિમાં જવાથી ડબલ રાજયોગ બની રહ્યા છે. આ ડબલ રાજયોગ ત્રણ રાશિ માટે ભાગ્યશાળી સાબિત થશે.

કુંભ: સમાજમાં માન-સન્માન મળશે, નોકરીમાં પ્રમોશનની સાથે ઇન્ક્રીમેન્ટનો લાભ મળી શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારાઓ માટે લાભની તકો રહેશે. આવક વધશે અને નવા સ્ત્રોત પણ ખુલશે. અપરણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. જમીન, મકાન, વાહન વગેરેનું સુખ મળશે. ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે, પૈતૃક સંપત્તિનો લાભ મળશે, બાળકોની ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

મેષ: વર્ષો પછી કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધના સંયોગથી બનેલ ડબલ રાજયોગ આ રાશિના જાતકોને વિશેષ પરિણામ આપશે. વેપાર માટે સમય અનુકૂળ રહેશે, કોઈ નવો મોટો સોદો મળી શકે છે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને પૈતૃક સંપત્તિથી ફાયદો થઈ શકે છે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. બુધના સંક્રમણના કારણે શુભ રાજયોગ કરિયરના ક્ષેત્રમાં અપાર સફળતા અપાવશે. વિદેશથી નોકરી મેળવવાની તક મળી શકે છે. ભાગીદારીમાં કરવામાં આવેલ વ્યવસાયમાં અપાર સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તમને વિદેશમાં નોકરી મેળવવાની તક મળી શકે છે. કરિયરમાં પ્રમોશનની સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે.

તુલા: શનિ, સૂર્ય અને બુધનો સંયોગ ખૂબ જ શુભ રહેવાનો છે. ડબલ રાજયોગથી વિશેષ ફળ મળશે. ધર્મ અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. કરિયર માટે સમય સાનુકૂળ, નોકરી કરતા લોકોને પ્રમોશન અને પ્રોત્સાહન મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. આ ઉપરાંત લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina