BRTS થી દૂર જ રહેજો, એકમાત્ર કમાનાર દીકરાને BRTS એ હડફેટે લીધો…પિતા હયાત નથી

પિતા વિહોણા અને પરિવારના આધારસ્તંભ દીકરાને BRTSના બસ ચાલકે મારી ટક્કર, તડપી તડપીને થયું મોત, પરિવારના હાલ બેહાલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા માસુમ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, ત્યારે હાલ રાજકોટ શહેરમાં પણ એક એવા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારી એક સ્કૂટર ચાલકને અડફેટે લેતા પિતા વિહોણા દીકરાનું મોત નીપજ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના 150 ફૂટ રિંગરોડ ઉપર આંબેડકર સર્કલ પાસે ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ રીતે દોડત BRTS બસે ટુ વ્હીલર ઉપર સવાર યુવક 23 વર્ષીય દિનેશ દાફડાને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે સિવીલીમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ સારવાર દરમિયાન જ દિનેશનું મોત નીપજ્યું હતું. આ યુવક ઘરનો આધારસ્તંભ હતો, તેના પિતા હયાત નથી. આ ઘટનાને લઈએં ઉશેખરાયેલા સ્થાનિક લોકોએ બસ ઉપર પથ્થરમારો કરીને બસના કાચા ફોડી નાખ્યા હતા, આ ઘટનાને લઈને પોલીસ પણ દોડી આવી હતી અને ટોળાને વિખેર્યું હતું

આ ઘટનાને લઈને માલવીયાનગરના પીઆઇ અને તેમના સ્ટાફ દ્વારા જરૂરી કાગળ કાર્યવાહી કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તેમજ બીઆરટીએસ બસના ચાલક સામે ફરિયાદ નોંધવા માટે તજવીજ પણ હાથ ધરી છે. મૃતક દિનેશના પરિવારના જણાવ્યા મુજબ દિનેશના પિતા હયાત નથી, અને તે બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટો હતો જેના કારણે પરિવારનો આધારસ્તંભ હતો. પરંતુ અચાનક તેના નિધનથી પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું છે.

Niraj Patel