દુઃખદ : ડિવાઇડર સાથે ટકરાઇ બેકાબૂ કાર, ધારાસભ્ય મહિલા નેતાનું રોડ અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત

હે રામ, બેકાબુ કારની ટક્કર થતા લોકપ્રિય MLAનું મોત, કારનો બુકડો બોલી ગયો, જોઈ લો તસવીરો

હજુ તો હાલમાં જ સમાચાર આવ્યા કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું નિધન થયુ છે, ત્યાં વધુ એક નેતાના મોતની ખબરે ખળભળાટ મચાવી દીધો. તેલંગાણાની સિકંદરાબાદ કૈંટથી BRS મહિલા નેતા લસ્યા નંદિતાનું રોડ અકસ્માતમાં મોત થયુ છે. આ ઘટના 23 ફેબ્રુઆરી શુક્રવારના રોજ બની હતી. લસ્યા માત્ર 36 વર્ષની જ હતી.

હૈદરાબાદના નેહરૂ આઉટર રિંગ રોડ પર તેની કાર અકસ્માતનો શિકાર થઇ. લસ્યા નંદિતાની કાર બેકાબૂ થઇ ડિવાઇડર સાથે ટકરાઇ હતી, જેને કારણે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઇ ગયો હતો. લસ્યા નંદિતા સાથે આ રોડ અકસ્માતમાં ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી છે. નંદિતા પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જી સાયન્નાની પુત્રી હતી. તે પોતે સિકંદરાબાદ કૈંટ બેઠક પરથી પાંચમી વખત ધારાસભ્ય બન્યા છે.

જો કે, ફેબ્રુઆરી 2023માં તેમના નિધન બાદ BRS એ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સિકંદરાબાદથી લસ્યા નંદિતાને ટિકિટ આપી હતી. નંદિતાએ ભાજપના ઉમેદવારને 17 હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે નંદિતાને માર્ગ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હોય. આ મહિને 13મી ફેબ્રુઆરીના રોજ નારકેટપલ્લીમાં થયેલા માર્ગ અકસ્માતમાં તેનો બચાવ થયો હતો.

આ માર્ગ અકસ્માતમાં તેને સામાન્ય ઈજા પહોંચી હતી. તે 10 દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની સાર્વજનિક બેઠકમાં ભાગ લેવા માટે નલગોંડા જઈ રહી હતી, આ સમય દરમિયાન તેની કારને નલગોંડા જિલ્લાના નરકેટપલ્લીમાં અકસ્માત નડ્યો હતો, જેમાં તેના હોમગાર્ડ જી મોત મૃત્યુ થયું હતું. ત્યાં ગયા વર્ષે ડિસેમ્બરમાં નંદિતા સાત લોકો સાથે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી.

ઓવરલોડિંગને કારણે લિફ્ટ તૂટી પડી, જેના કારણે તે તેની અંદર ફસાઈ ગઇ. આ ઘટના 24 ડિસેમ્બરે બોવેનપલ્લીની એક હોસ્પિટલમાં બની હતી, જ્યાં નંદિતા હોસ્પિટલની વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપવા ગઈ હતી. તે લગભગ 20 મિનિટથી વધુ સમય સુધી લિફ્ટમાં ફસાયેલી રહી હતી, જો કે આ પછી તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

Shah Jina