અમદાવાદમાં પરિણીતાનો પતિ દારૂ પીને મારઝૂડ કરતો અને જેઠ બાથમાં ભીડીને કહેતો “તારા વગર મન નથી લાગતું, ચાલ મજા કરીએ”

અમદાવાદમાં બેશરમ જેઠે યુવતીને બાથ ભીડી કહ્યું-મને તારા વગર મન નથી લાગતું, પછી અચાનક….

મહિલાઓ સાથેના છેડછાડના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, હવે તો ઘરની ચાલ દીવાલો વચ્ચે પણ સ્ત્રી પોતાની જાતને સુરક્ષિત નથી સમજી શકતી, ક્યાંક પતિ દ્વારા માનસિક અને ત્રાસ આપવામાં આવે છે તો ક્યાંક સાસરિયા દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. તો ઘણા ઘરની અંદર તો દિયર અને જેઠ જ ભાભી ઉપર નજર બગાડતા પણ જોવા મળે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તરમાંથી સામે આવી છે. જેમાં પરણીતાએ પોતાના પતિ સમેત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદની અંદર તેને ઘણા ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા છે. પરણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ દારૂ પી અને તેની સાથે મારઝૂડ કરતો હતો, અને તેનો જેઠ તેને બાથમાં લઈને “તારા વગર મન નથી લાગતું” એમ કહીને તેની સાથે છેડછાડ પણ કરતો હતો. જયારે પરણીતાએ આ બાબતની જાણ તેના સાસરીવાળાને કરી તો તેમને કહ્યું કે તેને ભૂત વળગ્યું છે, તેની તાંત્રિક વિધિ ચાલી રહી છે માટે થોડો સમય આવું સહન કરી લે.

આ બાબતે મળી રહેલ માહિતી અનુસાર અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2014માં પંજાબ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે તેના સાસરે રહેતી હતી અને આ દરમિયાન જ વર્ષ 2015માં તેને એક દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીને જન્મ આપવાના કારણે સાસરિયાનું વર્તન પણ  બદલાઈ ગયું હતું.

યુવતીના લગ્ન બાદ તેનો જેઠ પણ તેના ઉપર ખરાબ નજર નાખતો હતો, આ ઉપરાંત તેનો પતિ પણ દારૂ પી અને તેની સાથે મારઝૂડ કરતો હતો. જેઠ અડપલાં કરતો ત્યારે યુવતી જેઠને પિતા સમાન હોય આમ ના કરવા માટે પણ જણાવતી ત્યારે જેઠ આ બાબત કોઈને કહી તો છૂટાછેડા કરાવી દેવાની ધમકી પણ આપતો હતો. ત્યારે આ બાબતે પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel