બહેનની ઘરે આવ્યો ને માંડ્યું કમકમાટીભર્યું મોત નીપજ્યું- જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના અનેક કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં ધોરણ 10નો વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયા બાદ 4 દિવસ પહેલા જ તેની બહેન પાસે આવ્યો હતો અને આ દરમિયાન તેનું કરંટ લાગતા મોત થયું. બંગલામાં કામ કરતા બનેવીએ પાણીથી પાર્કિંગ ધોયું હતું. જેથી પાણીની મોટર બંધ કરવા મોકલતા કરંટ લાગતા ઘટના સ્થળે જ સાળાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
ત્યારે ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના સચિન કટારે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા બંગલામાં કામ કરે છે અને ત્યાં જ પત્ની સાથે રહે છે. ત્યારે તેમના ઘરે ચારેક દિવસ પહેલા જ તેમનો સાળો વિજય ધોરણ 10ની પરીક્ષાના પરિણામ બાદ વેકેશન હોવાના કારણે આવ્યો હતો. મૃતકના બનેવી દર રવિવારે બંગલામાં સાફ-સફાઈનું કામ કરવા આવે છે અને 28 મેના રોજ પણ તેઓએ પાણીથી બંગલામાં પાર્કિંગની સાફ-સફાઈ કરી હતી.
જેને કારણે બધી જગ્યાએ પાણી ભરાયું હતું અને આ દરમિયાન તેમણે તેમના સાળા વિજયને પાણીની મોટર બંધ કરવા માટે કહ્યુ અને વિજય ત્યાં ચોંટી ગયો. આ જોઈ બનેવી પણ દોડી ગયા પણ વિજયને અડતા તેમને પણ કરંટ લાગ્યો. જેથી મોટર બંધ કરીને વિજયને ઉઠાડવાનો પ્રયાસ કર્યો અને ઓક્સિજન પણ આપ્યું, પણ કોઈ રિસ્પોન્સ ન મળતા ડરી ગયેલ બનેવી સાળાને લઇને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જો કે, ત્યાં વિજયને મૃત જાહેર કરાયો. આ ઘટના બાદ તો પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.