લાખોમાં કમાણી હોવા છતાં આ વરરાજાએ જોડી અનોખી જાન, પોતે બેઠો બળદ ગાડામાં અને જાનૈયાઓ ટ્રેકટરમાં, જુઓ વીડિયો

આવો વરઘોડો તો તમે આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, 35 ટ્રેકટરમાં જાનૈયાઓ અને વરરાજા સવાર થયો બળદ ગાડા પર, જુઓ આમ કરવા પાછળ વરરાજાએ શું કહ્યું ? વાયરલ થયો વીડિયો

Unique wedding : દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માગતું હોય છે અને આ માટે તે દરેક પ્રકારના આયોજનો પણ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો પોતાના લગ્નમાં એવા એવા આયોજનો કરે છે જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ થઇ જતા હોય છે. હાલ એવા જ એક લગ્ન સતત ચર્ચામાં છે.

મધ્યપ્રદેશના ખરગોનમાં વરરાજાના અનોખા લગ્નની જાન નીકળી હતી. બળદગાડા પર વરરાજા અને 35 ટ્રેક્ટરનો વરઘોડો જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. બળદગાડા અને ટ્રેક્ટરથી નીકળેલી આ શોભાયાત્રા ચર્ચાનો વિષય બની છે. ત્યારે આ વરઘોડો કાઢવા પાછળ વરરાજાએ આપેલી માહિતી પણ વધુ ચર્ચાઈ રહી છે.

હકીકતમાં, ખરગોન જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિલોમીટર દૂર બડવાહ પોલીસ સ્ટેશન વિસ્તારના બદેલ ગામના ધીરજ પરિહારના લગ્ન ગામની જ ભાગ્યશ્રી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. વરરાજાએ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરવાનું વિચાર્યું.  તેથી તેણે બળદગાડા અને ટ્રેક્ટર સાથે કન્યાના દરવાજા સુધી જાન લઈ જવાનું નક્કી કર્યું.

તેણે પોતાના માટે બળદ ગાડા અને જાનૈયાઓ માટે ટ્રેક્ટર પસંદ કર્યા. બળદગાડા અને 35 ટ્રેક્ટર સાથે વરઘોડો નીકળ્યો ત્યારે સૌની નજર જાન પર ટકેલી હતી. જેમાં 150 લોકો ટ્રેક્ટર પર સવાર હતા. આ રીતે વરઘોડો કાઢવા અંગે ધીરજે કહ્યું કે ભગવાન શિવ નંદી પર સવાર થઈને માતા પાર્વતી સાથે લગ્ન કરવા ગયા હતા. તેથી મેં બળદગાડા પર વરઘોડો કાઢવાનું નક્કી કર્યું. તેમજ ટ્રેક્ટર સાથે જાન કાઢી હતી.

જણાવી દઈએ કે ધીરજ બેંગ્લોરમાં કામ કરે છે. તેના પિતા ખેડૂત છે. તે ખેતરમાંથી લગ્નનો વરઘોડો કાઢીને અનોખી રીતે દુલ્હનના દરવાજે પહોંચ્યો. લગભગ એક કિલોમીટર લાંબા ટ્રેક્ટરના કાફલા સાથે નીકળેલી શોભાયાત્રા જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ધીરજના પિતા સીતારામ કહે છે કે છેલ્લા એક મહિનાથી તેઓ તેમના પુત્રના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. ટ્રેક્ટર અને બળદગાડા એ ખેડૂતની ઓળખ છે. તેથી જ આ રીતે પુત્રની જાન કાઢવાની યોજના બનાવવામાં આવી હતી.

Niraj Patel