અજબગજબ

આ બેન તો નવુ લાયા! પતિને પડતો મુકીને કૂતરા સાથે કર્યું વેડિંગ ફોટોશૂટ

લગ્ન દિવસની પ્રથમ તસવીરો દરેક માટે ખાસ હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે પતિ-પત્ની એકબીજાનો હાથ પકડીને, એક બીજાને આલિંગન આપીને તસવીરો ખેંચાવે છે. આવી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. હવે આ દરમિયાન એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોયા પછી તમને વિશ્વાસ નહીં આવે કે કોઈ દુલ્હન લગ્નના દિવસે આવું કરી શકે?

સોશિયલ મીડિયા પર એક અમેરિકન દુલ્હનની તસવીરો વાયરલ થઈ રહી છે. પરંતુ નવાઈની વાત એ છે કે તેણે પોતાના પાલતુ કૂતરા સાથે લગ્નનું ફોટોશૂટ કરાવ્યું છે. હવે આ દુલ્હનના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વાયરલ ફોટાઓ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ અમેરિકન મહિલાનું નામ છે હાના કિમ. તેણીએ તાજેતરમાં તેના જૂના મિત્ર જારાડ બ્રિકમેન સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન કેમ્પ કોલ્ટન ઓરેગોનના જંગલોમાં થયા હતા.

દુલ્હનનો પોશાક પહેરેલી, હાના કિમ તેના પાલતુ કૂતરા સાથે સફેદ ગાઉનમાં જોવા મળી હતી. ગોલ્ડન રીટ્રીવર (કૂતરો)ને પણ શણગારવામાં આવ્યો હતો અને તે કન્યા સાથે ખૂબ જ ખુશ દેખાતો હતો.

કિમે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરી છે. તેણે લખ્યું કે આખા દિવસની મારી ઈચ્છા મારા કૂતરા સાથે પહેલી તસવીર લેવાની હતી. કૂતરા સાથે કિમના લગ્નના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લગ્નની તસવીરો શૂટ કરનાર ફોટોગ્રાફર સ્ટેફની નચત્રબ તેને સૌથી સુંદર વાત કહી છે. તેણે કહ્યું કે આ ફોટોશૂટ બાદ હું સન્માનિત અનુભવી રહ્યો છું. મને આનંદ છે કે મને તેની એક ઝલક જોવાની તક મળી. આ દંપતીએ તેમના કુતરાઓને કારણે મને તેમના લગ્નનો ભાગ બનાવ્યો. કિમના ખાસ દિવસે ચાર પગવાળો સભ્ય પણ સામેલ હતો.