સસરા અને પપ્પા સાથે જોવા મળ્યું કન્યાનું શાનદાર બોન્ડીગ, સ્ટેજ ઉપર એવો કર્યો ડાન્સ કે લગાવી દીધી આગ

સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ ઉપર હવે રિલનું ચલણ ખુબ જ વધ્યું છે, અને રીલની અંદર લોકો અવનવા વીડિયો પણ પોસ્ટ કરતા રહે છે, આ વીડિયો જોનારને પણ ખુબ જ પસંદ આવે છે અને આવા વીડિયોને વાયરલ થતા પણ વાર નથી લાગતી. ખાસ કરીને લગ્નના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરે છે.

હાલ સોશિયલ મીડિયામાં એવો જે કે વીડિયો ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેમાં એક કન્યા પોતાના પિતા અને સસરા સાથે શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને પણ ઘણા લોકો ખુબ જ પંસદ કરી રહ્યા છે. આ વીડિયોના કેશપનમાં પણ લખવામાં આવ્યું છે કે બે પિતા સાથે ડાન્સ. જેમાં એક તેના સસરા છે તો બીજા તેના પિતા.

આ ડાન્સ વીડિયો વર-કન્યાના રિસેપશનનો લાગી રંગ્યો છે. જેમાં નવી નવેલી દુલ્હનના હાથમાં મહેંદી લાગેલી છે અને સેંથામાં સિંદૂર પણ ભરેલું છે. ગોલ્ડન અને ગ્રે કોમ્બિનેશન વાળો દુલ્હનનો લુક ખુબ જ સુંદર લાગી રહ્યો છે. વીડિયોની અંદર કન્યા વે લોકો સાથે ડાન્સ કરતી જોવા મળે છે. જેમાં તેના પિતા અને તેના સસરા છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કન્યાનું તેના પિતા અને સસરા સાથે ખુબ જ સારું બોન્ડીગ છે અને તેના કારણ જ ત્રણેય ખુબ જ સારી રીતે ડાન્સ પણ કરી રહ્યા છે. ડાન્સની કોરિયોગ્રાફી પણ ખુબ જ સારી રીતે કરવામાં આવી છે. તો તેમના હાવભાવ પણ મન મોહી લે છે. બેકગ્રાઉન્ડમાં લોકો ચિચિયારીઓ પાડતા પણ જોવા મળે છે.

Niraj Patel