દુલ્હને લગ્નમાં કમર લટકાવી કર્યો એવો ધાંસુ ડાન્સ કે મહેમાનો પણ રહી ગયા દંગ, વાયરલ થયો વીડિયો

લગ્નમાં દુલ્હને કર્યો એવો કમરતોડ ડાન્સ કે પોતાને તાળીઓ પાડતા ના રોકી શક્યા મહેમાન, જુઓ વીડિયો

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર લગ્નને લઇને અવાર નવાર કોઇને કોઇ વીડિયો વાયરલ થતા હોય છે. લગ્નના વીડિયોમાં ખાસ કરીને દુલ્હા-દુલ્હનનો ડાન્સ, દુલ્હનની બહેનો અને બહેનપણીઓની દુલ્હાના ભાઇઓ અને મિત્રો સાથે મસ્તી તેમજ જીજા-સાળીની નોક જોક સામેલ છે. ઘણીવાર દુલ્હા-દુલ્હનના ક્યુટ મોમેન્ટ્સના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવતા વાયરલ થઇ જતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટયૂબ પર સામે આવ્યો છે. જેમાં દુલ્હન લાલ રંગના ખૂબસુરત અને ભારે ભરખમ જોડામાં ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં દુલ્હન ઘણા બેફિકર અંદાજમાં ડાન્સ કરી રહી છે. દુલ્હન તેના ખાસ દિવસને ઘણુ એન્જોય કરી રહી છે. જો કે, દુલ્હનને સ્ટેજ પર ડાન્સ કરતા જોઇ મહેમાનો પણ હેરાન રહી જાય છે અને પોતાને તાળીઓ પાડતા રોકી શકતા નથી.

ઘણા લોકોએ દુલ્હનના ડાન્સના વખાણ કરતા પ્રતિક્રિયાઓ આપી છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો જોઇ ઘણા એન્ટરટેઇન થયા. આ વીડિયોને ઘણીવાર જોવામાં આવી ચૂક્યો છે. કમેન્ટ સેક્શનમાં લોકો અલગ અલગ અને મજેદાર રિએક્શન આપી રહ્યા છે.

Shah Jina