વરમાળા દરમિયાન સ્ટેજ પર દુલ્હાની આ ગંદી હરકત પર દુલ્હનને આવ્યો ગુસ્સો તો બધાની સામે જ દુલ્હા પર વરસાવી દીધા એક બાદ એક થપ્પડ- જુઓ વીડિયો

વરમાળા પહેરાવતી સમયે દુલ્હને દુલ્હેરાજા પર લાફાની દે ધનાધન કરી, કારણ સાંભળીને કહેશો હજુ ફટકારો આને…જુઓ વીડિયો

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયા પર કોઇ પણ ફોટો હોય કે વીડિયો તેને વાયરલ થતા સહેજ પણ વાર લાગતી નથી. આ દિવસોમાં લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક એવા વીડિયો હોય છે જે એકદમ ફની હોય છે, પરંતુ કેટલાક એવા હોય છે જેને જોયા બાદ તમારા હોશ ઉડી જશે. પહેલાના લગ્નોમાં, આપણે મોટાભાગની દુલ્હનોને સ્ટેજ પર શાંતિથી બેઠેલી જોતા હતા, પરંતુ આજના યુગમાં, વર કરતા વધૂઓ વધુ સક્રિય હોય છે અને દરેક બાબતમાં ભાગ લે છે.

જો કે, જો તેઓ તેમના ભાવિ જીવનસાથીમાં ખામીઓ જુએ તો લગ્ન તોડવા માટે પણ તે તૈયાર રહેતી હોય છે. આવો જ એક કિસ્સો યુપીના હમીરપુરમાં જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હમીરપુરમાં લગ્નમાં વરમાળા દરમિયાન દુલ્હન દ્વારા દુલ્હાને થપ્પડ મારવાનો વીડિયો સામે આવ્યો છે. લગ્ન સમારોહ દરમિયાન વરમાળા કાર્યક્રમમાં વરરાજાએ કન્યાના ગળામાં માળા પહેરાવતા જ તેનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

જે બાદ દુલ્હન તો ગુસ્સે થઇ ગઇ અને એક એક બાદ એમ 4-5 થપ્પડ મારી દીધા. આ દરમિયાનનો વીડિયો ત્યાં હાજર લોકોમાંથી કોઇએ બનાવ્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ ઘટના હમીરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લાલપુરાના સ્વસા વડીલો ગામમાં બની હતી. ગેટ સેરેમની પૂરી થયા બાદ વરરાજા તેના સાથીઓ સાથે સ્ટેજ પર પહોંચ્યો હતો અને ત્યારબાદ દુલ્હન પણ તેના મિત્રો સાથે સ્ટેજ પર પહોંચી હતી. આ પછી વરમાળાનો કાર્યક્રમ શરૂ થયો. વરરાજાએ કન્યાને માળા પહેરાવતા જ તેણે થપ્પડ મારવાનું શરૂ કરી દીધું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા ખૂબ જ નશામાં હતો અને સ્ટેજ પર બરાબર ઊભો પણ નહોતો થઈ શકતો. વરરાજાના મિત્રો મજાક કરી રહ્યા હતા, જેના પર દુલ્હન ગુસ્સે થઈ ગઈ અને વરરાજાને માર માર્યો. વરરાજા જાલૌનથી જાન લઈને આવ્યો હતો. કન્યાએ તેને થપ્પડ મારતાની સાથે જ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. આ દરમિયાન કોઈએ પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવ્યા. બાદમાં ઘણી મહેનત બાદ યુવતી લગ્ન માટે તૈયાર થઈ. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.

Shah Jina