વાયરલ

લગ્ન વચ્ચે મેકઅપ છોડીને ભાગી દુલ્હન, બોલી.. “વહેલી નહિ જાઉં તો વરરાજા ભાગી જશે !” જુઓ મજેદાર વીડિયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન ઘણા નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, તો આ દરમિયાન લગ્નની અંદર વાયરલ થતા વીડિયોમાં દુલ્હનના વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે, ત્યારે આવી જ એક હરખપદૂડી દુલ્હનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

દરેક યુવતી માટે તેના લગ્નનો દિવસ ખુબ જ ખાસ હોય છે. લગ્નના દિવસે તે શણગાર સજે છે, પાર્લરમાં જાય છે અને એકદમ રાજકુમારીની જેમ તૈયાર થતી હોય છે. આ વાયરલ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે જેમાં એક દુલ્હન પાર્લરની અંદર તૈયાર થવા માટે બેઠી છે, પરંતુ અચાનક તે તેની ખુરશી ઉપરથી ઉભી થઇ જાય છે અને ભાગવા લાગે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કન્યા મેજેન્ટા રંગની ચોલી પહેરીને પાર્લરમાં તૈયાર થવા માટે આવી છે. તે મજાકમાં જ મેકઅપ આર્ટિસ્ટને કહે છે કે, “બસ કરો યાર, મારે હજુ વધારે તૈયાર નથી થવું. હવે થઇ ગયું.” મેકઅપ આર્ટિસ્ટ એમ પણ કહી રહી છે કે :હજુ તો આ પહેરવાનું બાકી રહી ગયું છે.” જેના બાદ દુલ્હન જે જવાબ આપે છે તેના કારણે આખો વીડિયો વાયરલ થઇ ગયો.

કન્યા પોતાના લગ્નને લઈને એટલી ખુશ થઇ ગઈ છે કે તે મેકઅપ આર્ટિસ્ટને કહે છે કે, “વરરાજા મારી રાહ જોઈ રહ્યો છે. તે ભાગે જશે કોઈની સાથે !” આવું બોલીને કન્યા પાર્લરમાંથી નીકળી જાય છે. હવે તેના આ વીડીઈઓને જોઈને લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, યુઝર્સને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.