વાજતે ગાજતે જાન આવી માંડવે તો વરરાજાને જોવા માટે કન્યા દોડીને આવી ગઈ બાલ્કનીમાં, પછી થયું એવું કે તમે પણ જોતા જ રહી જશો

દેશભરમાં હાલ લગ્નનો મહિલા ચાલી રહ્યો છે અને લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, ઘણા વીડિયોની અંદર લગ્નમાં બનતી એવી એવી ઘટનાઓ જોવા મળે છે કે તેને સોશિયલ મીડિયામાં વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી, ખાસ કરીને કોઈ દુલ્હન સાથે જોડાયેલી ઘટના તો ખૂબ વાયરલ થતી હોય છે.

કોઈપણ છોકરી હોય તેના લગ્નની અંદર તે ખુબ જ ખુશ હોય છે અને રાજકુમારીની જેમ તૈયાર થતી હોય છે. લગ્નના દિવસે તૈયાર થયેલા વર કન્યા પણ એકબીજાને જોવા માંગતા હોય છે, જાન માંડવે આવે ત્યારે કન્યા વરરાજાને જોવા માટે કંઈપણ કરતી હોય છે. ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નમંડપની બહાર જાન આવી ગઈ છે. દુલ્હનને આ વાતની જાણ થતાં જ તે બાલ્કનીમાં દોડી ગઈ હતી. આ પછી, તે વરને ખૂબ પ્રેમથી જોવા લાગે છે. તેના વરને લગ્નના પોશાકમાં જોઈને કન્યાનું હૃદય ખુશ થઈ જાય છે. કન્યાના ચહેરા ઉપર પણ અનેરી ચમક છવાઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે વરરાજા વરઘોડા સાથે મેરેજ હોલમાં પ્રવેશી રહ્યો છે ત્યારે દુલ્હન બાલ્કનીમાં ઊભી રહીને ખુશ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by The Bride™ (@the.bride.magazine)

જો કે, આ સમય દરમિયાન તે એવું પણ ઈચ્છે છે કે તેને કોઈ ન જુએ. તેથી જ તે વરરાજા અને વરઘોડાને ગુપ્ત રીતે જોઈ રહી છે. તે પછી તે પોતાની જાત પર સ્મિત કરે છે. તમે કન્યાના ચહેરા પરના હાવભાવ પરથી સમજી શકો છો કે તે તેના જીવનસાથીને જોવા માટે કેટલી તલપાપડ હતી. આ પછી, જ્યારે તે તેના વરને જુએ છે, ત્યારે તે કેમેરાની સામે શરમાવા લાગે છે. આ પછી તે ડાન્સ કરતી પણ જોવા મળે છે. અંતે તે હસતી હસતી રૂમમાં પાછી જાય છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ધ બ્રાઈડ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel