લગ્નના દિવસે જ પ્રેમી સાથે ભાગી ગઈ કન્યા, પોલીસે પકડી તો કહ્યું કે મને “જેલમાં પુરી દો.. પણ…”

ઘણી ફિલ્મોમાં અપને જોયું છે કે વર કે કન્યા પોતાના લગ્નના દિવસે જ પોતાના પ્રેમી સાથે ફરાર થઇ જતા હોય છે. પરંતુ આવો ફિલ્મી કિસ્સો હકીકતમાં પણ બન્યો છે. જ્યાં લગ્નના દિવસે જ એક કન્યા તેના પતિ સાથે સાત ફેરા લેવાના પહેલા જ તેના પ્રેમી સાથે ફરાર થઇ ગઈ હતી. જેની ખબર મળવાની સાથે જ કન્યાના પરિવારજનો પ્રેમીના ઘરે પહોંચી ગયા હતા.

આ ઘટના બની છે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં. જ્યાં લગ્ન પહેલા જ કન્યા ફિલ્મી અંદાજમાં પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. લગ્નના બધા જ રિવાજની પણ તૈયારીઓ થઇ ચુકી હતી. જયારે કન્યા ભાગી જવાની ખબર પરિવારજનોને મળી ત્યારે તેને શોધવા માટે પ્રેમીના ઘર સુધી જઈ ચઢ્યા જ્યાં બંને પરિવાર વચ્ચે વિવાદ પણ થયો હતો. પ્રાનુત કન્યા અને તેનો પ્રેમી ત્યાંથી ભાગી ચુક્યા હતા. આ દરમિયાન એ પણ ખબર મળી કે કન્યા અને તેનો પ્રેમી એસપી ઓફિસ પહોંચી ગયા છે જ્યાં તેમને સુરક્ષા માટે મદદ માંગી છે.

ગ્વાલિયરના દેહાત હસ્તિનાપુરમાં રહેવા વાળી 20 વર્ષની છોકરીના શનિવારના રોજ લગ્ન હતા. પરંતુ કન્યાને બિજોલિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રાધેશ્યામ સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ કન્યાના ઘરવાળાને છોકરીના પ્રેમી સાથેનો સંબંધ મંજુર નહોતો.  શનિવારના રોજ લગ્ન થવાના હતા અને ઘરે મંડપ પણ લાગી ગયો હતો. પરંતુ ફેરા થતા પહેલા જ કન્યા મોકો જોઈને ભાગી ગઈ અને હાઇવે ઉપર તેના પ્રેમી રાધેશ્યામની રાહ જોવા લાગી.

દુલ્હનના પરિવારજનોને જયારે તેના ભાગવાની ખબર મળી ત્યારે બધા જ તેની શોધમાં લાગી ગયા અને છોકરાના ઘરે પણ જઈ પહોંચ્યા. બંને પરિવારો વચ્ચે ખુબ જ મોટો ઝઘડો પણ થયો અને છોકરા વાળાને ધમકી પણ આપી દેવામાં આવી. છોકરાને એ વાતનો અંદાજો હતો કે છોકરીના પરિવારજનો તેના ઘરે જઈ શકે છે. જેના કારણે બંને ત્યાંથી ભાગી અને સીધા જ એસપી ઓફિસમાં પહોંચી ગયા અને પોતાની સુરક્ષા માટે મદદ માંગી.

બંનેએ પોલીસની સામે કહ્યું કે તે એકબીજા વિના નથી રહી શકતા અને તેમને આઠ દિવસ માટે જેલમાં મોકલી દો. જેનાથી તેમનો જીવ બચી શકે. એસપીએ બંનેને મહિલા પોલીસ સ્ટેશન મોકલ્યા અને બંનેના પરિવારજનોને સૂચના આપી દેવામાં આવી અને કાઉન્સિલિંગની વાત કરવામાં આવી.

તો આ મામલાની અંદર છોકરીનું કહેવું છે કે શનિવારના રોજ તેના લગ્ન હતા અને તે પોતાના પ્રેમી સાથે રહેવા માંગતી હતી. જેના કારણે તે ઘરેથી મોકો જોઈ અને ભાગી ગઈ. પ્રેમીએ જણાવ્યું કે પ્રેમિકાના ઘરવાળા તેના અને તેના પરિવારના જીવની પાછળ પડ્યા છે. જો તે તેમને મળી જશે તો તેને મારી નાખવામાં આવશે. પરંતુ તે પ્રેમિકા વિના નહીં રહી શકે.

Niraj Patel