વાયરલ

સાસરે પહોંચવાની સાથે ગુસ્સામાં લાલ પીળી થઇ ગઈ આ નવી નવેલી દુલ્હન, પછી કર્યું એવું કે વરરાજા પણ માથું કુટતો રહી ગયો

આપણે ત્યાં જયારે લગ્ન કરીને કોઈ કન્યા તેના સાસરે આવે છે ત્યારે સાસરીપક્ષના લોકો કન્યાનું ધામ ધુમથી સ્વાગત કરતા હોય છે, તેના માટે કેટ કેટલી તૈયારીઓ કરવામાં આવે છે, ઘણી જગ્યાએ તો નવી નવેલી દુલ્હન માટે સરપ્રાઈઝ પણ ઘણા લોકો પ્લાન કરતા હોય છે. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ માથું પકડી લેશો.

સાસરિયામાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કન્યાએ જે નક્કી કર્યું, જે વિચાર્યું તેનાથી સાવ ઉલટું થતું હોય છે. હાલ કંઈક આવું જ આ વીડિયોની અંદર પણ થતું જોવા મળી રહ્યું છે, જેમાં સાસરે આવેલી નવી નવેલી દુલ્હન ગુસ્સે ભરાય છે અને ગુસ્સામાં જ એવું કામ કરી બેસે છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે દુલ્હન તેના સાસરે પહોંચે છે અને ખુબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે. સાસરીમાં હાજર સાસુ સમેત પરિવારના ઘણા સદસ્યો તેને મનાવવા ભરપૂર પ્રયત્નો કરે છે, પરંતુ ગુસ્સે ભરાયેલી આ દુલ્હનને મનાવવું એટલું પણ સહેલું નથી.


આ કન્યા ગુસ્સામાં એટલી લાલ પીળી થઇ જાય છે કે ઘરની બહાર મુકેલી નિસરણી લઈને તે ઘરની છત ઉપર ચઢી જાય છે. આ દરમિયાન વરરાજા પણ ત્યાં હાજર હોય છે અને કન્યાને મનાવવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. આ વીડિયોમાં એમ પણ જોઈ શકાય છે કે દુલ્હન છત ઉપર ચઢી અને નિસરણીને ધક્કો મારી અને આઘી પણ કરી નાખે છે. નીચે વરરાજા અને તેનો આખો પરિવાર કન્યાને મનાવવાના પ્રયત્નો કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.