...
   

ચાલુ કારના બોનેટ પર પોતાનો ઘાઘરો ફેલાવીને બેઠી હતી દુલ્હન, વીડિયો વાયરલ થતા જ પોલીસે ફટકાર્યો આટલા હજારનો દંડ, જુઓ વીડિયો

રીલ બનાવવાના ચક્કરમાં આજની યુવા પેઢી કઈ દિશામાં જઈ રહી છે ? જુઓ આ વીડિયો, દુલ્હને નિયમોના ધજાગરા ઉડાવીને બનાવી રીલ, હવે ભરવો પડશે આટલો મોટો દંડ, વાયરલ થયો વીડિયો

Bride Had To Make A Reel Sitting On The Bonnet : ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. લગ્નના બંધનમાં બાંધનારા મોટાભાગના વર કન્યા પોતાના આ દિવસને ખાસ બનાવવા માટે અલગ અલગ પ્રકારના આયોજનો પણ કરતા હોય છે. ખાસ કરીને તે એવા આયોજનો કરે છે જેના કારણે તે ચર્ચામાં આવી જાય છે, પરંતુ કેટલીકવાર આમ કરવું પણ તેમના માટે મુસીબત ઉભી કરે છે.

ત્યારે હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે. જેના પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનના વેશમાં એક યુવતી કારના બોનેટ પર બેસીને તેની રીલ બનાવી રહી છે. વીડિયોમાં વિવાહ ફિલ્મનું ગીત વાગી રહ્યું છે. જ્યારે ત્યાંથી પસાર થતા તમામ લોકો દુલ્હન તરફ જોઈ રહ્યા છે. કારની સામે એક કેમેરામેન પણ રેકોર્ડિંગ કરતો જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો પ્રયાગરાજનો છે. આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે 15,500 રૂપિયાનું ચલણ કાપ્યું છે. આ સિવાય દુલ્હનનો અન્ય એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવતી જોવા મળી હતી. આ કેસમાં તેને રૂ.1500નો ચલણ કરવામાં આવ્યો છે. એમ કુલ મળીને કન્યાને 17000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો ખબર પડી કે યુવતીનું નામ વર્ણિકા ચૌધરી છે. તેણે પહેલા સફારી વાહનના બોનેટ પર બેસીને રીલ બનાવી. ત્યારપછી બીજા વિડિયોમાં સ્કૂટી પર હેલ્મેટ વિના રીલ બનાવવામાં આવી હતી. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયો પર કમેન્ટ કરીને કેટલાક લોકો યુવતીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેના વિરોધમાં છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

એક યુઝરે કહ્યું છે કે, ‘આ સરકારને લોકોના મુદ્દે આટલો દંડ કેમ કરવો પડે છે.’ અન્ય એક યુઝરે મજાક કરતા કહ્યું, ‘છોકરી રીલ નથી બનાવી રહી. છોકરીને પૈસા ચૂકવવામાં આવ્યા હતા, તે પાર્લરને પ્રમોટ કરી રહી છે અને કાર તેની હતી, જેને તે પ્રમોટ કરી રહી હતી.” સાથે જ કેટલાક લોકોએ આનો વિરોધ પણ કર્યો છે. એક યુઝરે કહ્યું, ‘આ ખોટો રસ્તો છે. વ્યસ્ત રસ્તા પર આવું કેમ કરવામાં આવ્યું? તે તમારા ઘરના ડ્રાઇવ વેમાં કરો.

Niraj Patel