આ વરરાજાએ તેના લગ્નમાં ફોટોગ્રાફર પાસેથી કેમેરો લઈને જાતે જ પાડ્યા કન્યાના ફોટો, વીડિયો થઇ ગયો વાયરલ… જુઓ

ફોટોગ્રાફર કન્યાના બરાબર ફોટો નહોતો પાડતો તો વરરાજાએ કેમેરો લઈને જાતે જ શરૂ કરી દીધી ફોટોગ્રાફી… જુઓ વીડિયો

દરેક વ્યક્તિ તેના લગ્નને ખાસ બનાવવા માગતું હોય છે અને લગ્ન માટે કેટલાક ખાસ આયોજનો પણ કરતા હોય છે. ત્યારે એવા ઘણા લગ્નોના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ઘણીવાર લગ્નની અંદર વરરાજા અને કન્યા એવા હરખપદુડા બનતા હોય છે કે તેને જોવાની પણ એક અલગ મજા આવે છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વરરાજા પોતે જ કેમેરો લઈને કન્યાની ફોટોગ્રાફી કરતો જોવા મળી રહ્યો છે. મોટાભાગે આપણે લગ્નમાં જોઈએ છીએ કે ફોટોગ્રાફર વર કન્યાની તસવીરો ક્લિક કરતા હોય છે અને પછી તે તેમના માટે જીવનભરનું સંભારણું પણ બની જતું હોય છે.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા લગ્નના વીડિયોમાં અયાન સેન નામના વેડિંગ ફોટોગ્રાફરે તેની દુલ્હનની તસવીરો ક્લિક કરવાનું શરૂ કરી દીધું જ્યારે તેને લાગ્યું કે તે પોતે અન્ય ફોટોગ્રાફર કરતાં વધુ સારો ફોટો ક્લિક કરી શકે છે. પછી તેણે કેમેરો ઉપાડ્યો અને પોતાના મોબાઈલમાં ટોર્ચની લાઈટ ચાલુ કરીને પોતે જ તેની પત્નીની તસવીરો ક્લિક કરવા લાગ્યો. તેણે તે બધું કર્યું જે સામાન્ય રીતે તેનો શ્રેષ્ઠ ફોટો ક્લિક કરવા માટે કરે છે.

વાયરલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “જ્યારે તમે ફોટોગ્રાફર સાથે લગ્ન કરો છો!  બસ આટલી જ ઈચ્છા છે.” વરરાજા તેની કન્યાની તસવીરો ક્લિક કરી રહ્યો છે, જેને સોશિયલ મીડિયા પર અપાર પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. નેટીઝન્સે કપલને અભિનંદન આપ્યાં તેમજ હાર્ટ ઇમોજીસ પણ આપ્યા.

Niraj Patel