વાયરલ

લગ્નમાં આ શું થઇ ગયું ? ગુસ્સે ભરાયેલી કન્યા લગ્ન મંડપમાં જ વરરાજાને મારવા લાગી, ઉપર ચઢી બેઠી અને પછી… જુઓ વીડિયો

ઇઓન્ટર્નેટ ઉપર લગ્નને લઈને ઘણા બધા વીડિયો તમે જોયા હશે, આ વીડિયોમાં તમે વર-કન્યા અને તેમના મિત્રોના મસ્તી મજાક પણ તમે જોયા હશે, તો ઘણીવાર જૂતા ચોરીની અંદર થતી માથાકૂટ પણ તમે જોઈ હશે, પરંતુ શું તમે કયારેય લગ્નની અંદર વર-કન્યાનો ઝઘડો જોયો છે, અને તેમાંપ ણ કન્યા વરરાજાને મારી રહી હોય અને મહેમાનો હસી રહ્યા હોય, એવો નજારો જોયો છે ? જો ના તો હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આ બધું જોવા મળી રહ્યું છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા મંડપમાં બેઠા છે અને અચાનક કોઈ વાત પર દુલ્હન ગુસ્સે થઈ જાય છે અને સમય બગાડ્યા વિના વરરાજાઓ પર હુમલો કરે છે. વીડિયોને ઘણી વાર જોયા પછી સમજાશે કે કદાચ આ કોઈ વિધિ છે, જેમાં દુલ્હન તેના વરના ચહેરા પર કંઈક મૂકવા જઈ રહી છે અથવા તેને કંઈક ખવડાવવા માટે દબાણ કરી રહી છે.

દુલ્હન વર તરફ હાથ લંબાવતા જ વરરાજાએ પોતાનો હાથ હટાવી લીધો અને પછી તેની તરફ હાથ લંબાવ્યો, જેના પર દુલ્હને પણ તેને રોક્યો. થોડી જ સેકન્ડોમાં વર-કન્યાએ મંડપમાં જ ઝપાઝપી શરૂ કરી દીધી.  વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે કન્યા વર ઉપર એવી રીતે હાવી થઇ જાય છે કે વરરાજા પણ મંડપની બહાર પડી જાય છે અને કન્યા તેના ઉપર ચઢી બેસે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે પાછળ બેઠેલા સંબંધીઓ પહેલા તો હસતા હતા, પરંતુ બાદમાં તેઓએ પણ આ ઝપાઝપી રોકવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયો જોઈને લાગે છે કે વર-કન્યા એકબીજા સાથે લડી રહ્યાં છે. આ માત્ર થોડીક સેકન્ડનો વીડિયો છે પરંતુ લોકો આશ્ચર્યમાં પડી રહ્યા છે કે મંડપમાં આવું કેમ થઈ રહ્યું હતું. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર kaunhainyehlog નામના યુઝરે શેર કર્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે.