આ છોકરીએ પપ્પાની ઉંમરના વ્યક્તિ સાથે કર્યા લગ્ન, કન્યાદાન કરતી વખતે માતાની આંખોમાં આવી ગયા આંસુ, જુઓ વીડિયો

એવું કહેવાય છે કે પ્રેમને કોઈ બંધનો નડતાં નથી, ના પ્રેમ નાત જાતના બંધનોને જુએ છે ના તો ઉંમરના બંધનોને. અને એટલે જ આપણા દેશમાં પણ ઘણા લોકો ઉંમરનો મોટો તફાવત હોવા છતાં પણ લગ્નના બંધનમાં બંધાતા જોવા મળતા હોય છે. હાલ  સોશિયલ મીડિયામાં એવા જ એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. (તમામ તસવીરો:સોશિયલ મીડિયા)

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કન્યા પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે. લગ્ન માટે તૈયાર વાર કન્યા ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કન્યાની માતાને ભાવુક થતા જોઈ શકાય છે. કેમેરામાં કન્યાની માતાની કલીપ પણ જોવા મળી રહી છે. જેમાં તે પોતાના આંસુઓને લૂંછતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થનારા આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહિ આ વીડિયોને ઘણા લોકોએ શેર પણ કર્યો છે. લાખો લોકોએ અત્યાર સુધી આ વીડિયોને નિહાળી પણ લીધો છે. સોશિયલ મીડિયામાં ટ્રોલ કરનારા લોકો પણ આ કપલને જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તે પણ પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sanskriti Shankar (@sanskritishankar)

સોશિયલ મીડિયામાં આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો આવા કપલને ટ્રોલ પણ કરતા હોય છે, પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયો ઉપર લોકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે. તમને પણ આ વીડિયો જોઈને આ કપલ ઉપર પ્રેમ ઉભરાઈ આવશે.

Niraj Patel