લગ્ન બાદ કન્યાનું થયું એવું ભવ્ય સ્વાગત કે રૂમમાં જતા જ બદલાઈ ગયો ચહેરાનો રંગ, જુઓ વાયરલ વીડિયો

લગ્ન પછી સુહાગરાતે કન્યાએ રૂમમાં જેવો જ પગ મુક્યોને તરત આંખો થઇ ગઈ પહોળી..જુઓ વીડિયોમાં

હાલ લગ્નોનો માહોલ ચાલી રહ્યો છે, આ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે કે જે જાણીને આશ્ચર્ય પણ થાય અને નવાઈ પણ લાગે. આવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં કેદ થઇ જતી હોય છે. જેના વીડિયો પણ ખુબ જ વાયરલ થાય છે અને લોકોને આવા વીડિયો જોવા પણ ખુબ જ પસંદ આવતા હોય છે.

આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કન્યાનું એવું સ્વાગત કરવામાં આવે છે કે રૂમમાં જતાંની સાથે જ તેના ચહેરાના રંગ ઉડી જાય છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લોકો હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે અને વરરાજા અને તેના પરિવારજનોની પ્રસંશા પણ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક કન્યા લગ્ન બાદ ઘરમાં પ્રવેશ કરે છે અને સુહાગરાત મનાવવા માટે જે રૂમમાં જવાનું હોય છે એ રૂમમાં પ્રવેશ કરવાની સાથે જ ચોંકી ઉઠી છે, કારણ કે રૂમને એટલી શાનદાર રીતે શણગારવામાં આવી હોય છે કે તે જોઈને જ તેના ચહેરાના રંગ ઉડી જાય છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને…

Niraj Patel