લગ્નમાં સાળીઓ ના સંતાડી શકી જીજાજીને મોજડી તો કન્યાએ આપ્યો એવો ધાંસુ પ્લાન કે વીડિયો જોઈને તમે પણ માથું ખંજવાળવા લાગશો

હાલ લગ્નનો સીઝન પૂરબહારમાં  ખીલી છે, સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો સામે આવે રહ્યા છે, જેમાં લગ્નના અલગ અલગ રિવાજોની સાથે વર-કન્યા અને જીજા-સાળીની મજાક મસ્તી પણ જોવા મળતી હોય છે. લગ્નની અંદર સાળીઓ દ્વારા જીજાજીની મોજડી ચોરવાનો પણ એક રિવાજ છે અને તેના પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એવો જ એક મોજડી ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં મોજડીની ચોરી નહીં પરંતુ મોજડી ચોરવાનો પ્લાન બતાવવામાં આવી રહ્યો છે આ પ્લાન ખુદ કન્યા જ બતાવતી જોવા મળી રહ્યું છે, કારણ કે કન્યાની બહેનો મોજડી ચોરવામાં નિષ્ફળ રહી છે અને એટલે જ એક ધાંસુ પ્લાન કન્યા તેમને બતાવે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનએ તેની બહેનોને બોલાવીને પૂછ્યું કે શું તમે વરરાજાની મોજડી નથી ચોરી શક્યા ? જો નહીં તો ચાલો હું તમને એક પ્લાન જણાવું, જેના પછી વરરાજાના પરિવારના સભ્યો જાળમાં ફસાઈ જશે. વરરાજાના મોજડીને બદલે કન્યાએ તેના પરિવારના સભ્યોના ચંપલ ચોરી કરવાનો પ્લાન આપ્યો.

બહેનોએ પૂછ્યું શું કરવું? ત્યારે કન્યાએ કહ્યું, ‘તમે મોજડીની ચોરી નથી કરી તેથી મને બીજો વિચાર આવ્યો. તમે લોકો તેમના (વરના) પરિવારના સભ્યોના બધા જૂતા લાવો અને બેગમાં ક્યાંક રાખો. આ સાંભળીને કન્યાની બહેનો ખુશ થઈ ગઈ અને પછી ‘થઈ ગયું’ કહીને આ યોજનાની તૈયારી કરવા લાગી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel