દુલ્હનને મંડપમાં ડાન્સ કરતી જોઈને બેકાબુ બની ગયો વ્યક્તિ, પછી કર્યું આવું, જુઓ વિડીયો…

લગ્નની સીઝન આવતા જ સોશિયલ મીડિયા પર એકથી એક મજેદાર વીડિયો જોવા મળતા હોય છે.ભારતીય લગ્ન ઠુમકા અને ડાન્સ પરફોર્મેન્સ વગર અધૂરા લાગે છે. લગ્નમાં ડીજેનો અવાજ સંભળાતા જ દરેક લોકો નાચવા લાગે છે. એક સમય હતો જ્યારે લગ્નમાં દરેલ લોકો નાચતા પણ વર-વધુ ચુપચાપ બેઠા હોય છે, પણ આજના સમયમાં દુલ્હાની સાથે સાથે દુલ્હન પણ પુરા જોશમાં ડીજેના તાલ સાથે નાચે છે.

એવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પોતાનું હસવું રોકી નથી શક્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા-દુલ્હન બંને સ્ટેજ પર ઉભેલા હોય છે અને જેવું મ્યુઝિક ચાલુ થાય છે કે દુલ્હન કોઈની પણ પરવાહ કર્યા વગર દિલ ખોલીને સંગીતના તાલે નાચવા લાગે છે.લાલ રંગનો લહેંગો પહેરીને દુલ્હન જેવું જ તારે ગિન ગિન ગીત વાગે છે કે દુલ્હન મનમોહક અંદાજમાં નાચવા લાગે છે અને દુલ્હો મહેમાનો સાથે વાત કરવામાં વ્યસ્ત હોય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક અન્ય વ્યક્તિ પણ દુલ્હન સાથે જોડાય છે અને તેની સાથે ડાન્સ કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વેબઆઉટ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

વીડિયો શેર કરીને કૈપ્શનમા લખ્યું કે,”દુલ્હને ખુબ જ ઉત્સાહની સાથે ડાન્સ કર્યો”. વીડિયોને લોકોએ ખુબ પસંદ કર્યો છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઘણા લોકો વીડિયોને ફની પણ જણાવી રહ્યા છે અને મજાકીયા અંદાજમાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Krishna Patel