વરમાળા પહેરાવતા પહેલા કન્યાએ પૂછ્યો વરરાજાને એક સવાલ, જવાબ ના આપી શક્યો વરરાજા તો પાછી મોકલી દીધી જાન

મોટાભાગે આપણે જોઈએ છીએ કે લગ્નની અંદર દહેજ ના કારણે ઘણા બધા લગ્નો લગ્ન સમયે જ તૂટી જતા હોય છે, ઘણીવાર તો કન્યાના પિતા દહેજ નથી આપી શકતા અને તેના કારણે લગ્નના દિવસે જ માંડવે આવેલી જાન પણ પાછી વળી જાય છે.

પરંતુ ઉત્તર પરદેશમાં લગ્ન તૂટવાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જયારે વર-કન્યા સ્ટેજ ઉપર હતા અને કન્યાએ વરરાજાને એક સવાલ પૂછ્યો. અને વરરાજા જવાબ ના આપી શક્યો તો લગ્ન તૂટી ગયા અને જાનને પાછું ફરવું પડ્યું હતું.

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાનો છે. અહીંયા ખરેલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં યોજાઈ રહ્યા હતા. 30 એપ્રિલની રાત્રે જાન છોકરી પક્ષના દરવાજે આવીને ઉભી રહી. આ દરમિયાન જાનૈયાઓની ખુબ જ સેવા ચાકરી પણ કરવામાં આવી.

આ દરમિયાન જયમાલા સમયે વરરાજા  અજીબ હરકતો કરવા લાગ્યો. આ બધું જ દુલ્હન જોઈ રહી હતી. દુલ્હને વરમાળા પહેરાવતા પહેલા દુલ્હાને એક સવાલ પૂછી લીધો. કન્યાએ કહ્યું કે જો તે આ સવાલનો જવાબ આપશે તો જ તે લગ્ન કરશે. જો જવાબ ના આપ્યો તો લગ્ન નહિ કરે.

બન્યૂ એવું કે કન્યાએ વરરાજાને ઘડિયા સંભળાવવાનું કહ્યું. કન્યાના સવાલ બાદ વરરાજાને પહેલા તો કઈ સમજમાં ના આવ્યું. ત્યારબાદ તે આમ તેમ જોવા લાગ્યો અને તેની પોલ ખુલી ગઈ. ત્યારબાદ દુલ્હને વરરાજા સાથે સાત ફેરા લેવાથી ઇન્કાર કરી દીધો અને વરમાળા ના પહેરાવી.

કન્યાએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી ત્યારે એ સાંભળતા જ જાનૈયાઓના પગ નીચેથી જમીન જ સરકી ગઈ.ખુશીનું વાતાવરણ આખું જ તણાવમાં બદલાઈ ગયું. કોઈને સમજમાં આવતું નહોતું કે શું નિર્ણય લેવામાં આવે. કન્યાએ કહ્યું કે હું એવા વ્યક્તિ સાથે લગ્ન ના કરી શકું જેને ગણિતની મૂળ વાતોની પણ ખબર ના હોય.

કલાકો સુધી ચર્ચા કરવા છતાં પણ આ મામલો ઉકેલાઈ રહ્યો નહોતો, આખી રાત કન્યાને મનાવવાના પ્રયત્નો ચાલુ રહ્યા પરંતુ તેને કોઈનું ના સાંભળ્યું. જયારે પોલીસને આના વિશે ખબર પડી ત્યારે તેમના દ્વારા પણ સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ કન્યા ના માની અને છેલ્લે તેની જ વાત સાંભળવામાં આવી.

કન્યા પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને માંગણી કરી કે લગ્નમાં જેટલા રૂપિયાનો ખર્ચ થયો છે તેને પાછો આપવામાં આવે. સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા બંને પક્ષની વાત સાંભળીને કહેવામાં આવ્યું છે કે આ એક અરેન્જ મેરેજ હતા.

સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંને પક્ષની વાતચીત સાંભળીને સમાધાન કરવામાં આવ્યું છે. વાતચીતમાં એ નક્કી થયું છે કે એકબીજાને આપેલા ઉપહાર અને ઘરેણાં પરત કરવામાં આવશે. તેમની આપસી સમજૂતીના કારણે કેસ દાખલ કરવામાં નથી આવ્યો.

જણાવવામાં આવ્યું છે કે આ છોકરી સાથે જૂઠું બોલવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે છોકરો ભણેલો છે. જાન આવ્યા બાદ બધા જ રિવાજો પણ શરૂ થઇ ગયા હતા. પરંતુ છોકરીને ક્યાંયથી અંદેશો આવી ગયો કે છોકરો ભણેલો નથી. જેટલું જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ છોકરીએ નક્કી કરી લીધું કે તે આ જાણકારી મેળવીને જ રહેશે. બરાબર વરમાળા પહેલા જ છોકરીએ છોકરાને સવાલ પૂછી લીધો જેનો જવાબ છોકરો ના આપી શક્યો. છોકરીની શંકા સાચી નીકળી અને લગ્ન કરવાની ના પાડી દીધી.

Niraj Patel