વાહ…આ વર-કન્યાએ તો લગ્નમાં પણ આપ્યું ફિટનેસનું ઉદાહરણ, સ્ટેજ ઉપર જ કરવા લાગ્યા પુશ-અપ્સ, વાયરલ થયો વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ હાલ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને તેને યુઝર્સ પણ ઘણા પસંદ કરે છે, લગ્નની અંદર ઘણીવાર એવી એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વરરાજા અને દુલ્હન સજી ધજીને લગ્નના મંચ પર પુશઅપ્સ કરતા જોવા મળે છે. ઈન્ટરનેટ પર લગ્નને લગતા વીડિયો જોરદાર રીતે શેર અને લાઈક કરવામાં આવે છે. આવો જ એક વર-કન્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલો શાનદાર છે કે તેને જોયા પછી તમારી આંખો પર પણ વિશ્વાસ નહીં થાય.

વીડિયોમાં દુલ્હા અને દુલ્હન મજેદાર ચેલેન્જ લેતા જોવા મળે છે. આ ચેલેન્જમાં દુલ્હન તેના વરને ટક્કર આપતી જોવા મળે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં દુલ્હન લગ્નના મંચ પર વર સાથે પુશ અપ્સ ચેલેન્જ કરતી જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જીત કોઈની પણ થાય, પરંતુ આ વીડિયો બધાના દિલ જીતી રહ્યો છે.

આ વીડિયોને bridal_lehenga_designn નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. તમે પણ લગ્નમાં ભાગ્યે જ કોઈ વર-કન્યાને લગ્નના મંચ પર પુશઅપ્સ કરતા જોયા હશે. આ જ કારણ છે કે આ ‘ફિટનેસ લવર’ કપલનો વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવા મળી રહ્યો છે. લોકો આ ફિટેન્સ જોડીના ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel