સાત જન્મનો વાયદો 10 કલાકમાં તૂટ્યો, લગ્નના 10 જ કલાકમાં દુલ્હનનું થયું મૃત્યુ

ધામધૂમથી કરેલા લગ્ન માતમમાં ફેરવાઈ ગયા, લગ્નના 10 કલાક બાદ દુલ્હનની મોત, જાણો શું છે પૂરો મામલો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર લગ્નને લઇને ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર લગ્નમાં સાત જન્મનો વાયદો કરનાર દુલ્હા-દુલ્હન સાથે અથવા તો બંનેમાંથી કોઇ એક સાથે એવી ઘટના ઘટી જતી હોય છે કે લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઇ જાય છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં લગ્નની ખુશીઓ માતતમાં ફેરવાઇ ગઇ. એક દુલ્હનનું લગ્નના 10 કલાક પછી જ મોત થઇ ગયુ. લગ્ન બાદ દુલ્હન તેના સાસરે પહોંચી અને અચાનક તેની તબિયત બગડી. લગ્નના 10 કલાક પછી જ તેનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, કુઇ જોધા ગામમાં એક જાન આવી અને વિદાય પછી, કન્યા ખુશી ખુશી તેના સાસરે ગઈ. પરંતુ ત્યાં પહોંચ્યાના થોડા કલાકો બાદ અચાનક તેની તબિયત લથડી હતી. પરિવારે તેને બાલેસરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી. બાલેસરના ટેના ગામના સુભાષ મેઘવાલે મંગળવારે રાત્રે સુભાષે તેની દુલ્હન રેખા સાથે સાત ફેરા લીધા અને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ સવારે વિદાય કરીને પોતાના ઘરે પહોંચ્યા.

કન્યાનું તેના સાસરે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેવી-દેવતાઓના મંદિરોમાં પૂજા કરવામાં આવી હતી. પરંતુ સાંજે અચાનક જ કન્યા રેખાની તબિયત લથડી અને તે બેહોશ થઈ ગઈ. જેના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સંબંધીઓનું કહેવું છે કે દિવસભર દેવી-દેવતાઓના મંદિરોમાં પૂજા-અર્ચના કર્યા બાદ દુલ્હન ઘરે આવીને કાળઝાળ ગરમીમાં સૂઈ ગઈ હતી. પરંતુ તે લાંબા સમય સુધી ઉભી ન થતાં ઘરની મહિલાઓ તેને ઉઠાડી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. ત્યારબાદ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. બંને પરિવારોમાં હાલ શોકનું વાતાવરણ છે. રાજસ્થાનના જોધપુરમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Shah Jina