કોરોનાનો કહેર ભારત સમેત દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. કોરોનાના કારણે અત્યાર સુધી લાખો લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે, ત્યારે આ બધા વચ્ચે મળતી માહિતી અનુસાર બ્રાઝિલમાં છેલ્લા 24 કલાક દરમિયાન સામે આવેલા આંકડાએ આખી દુનિયાને હચમચાવી નાખી છે.

બ્રાઝિલની અંદર પહેલીવાર એક દિવસની અંદર કોરોનાથી 3600 લોકોના મોત થયા હોવાનુ સામે આવ્યુ છે. હાલમાં જ આ લેટિન અમેરિકી દેશ બીજા કોઈપણ અન્ય દેશના મુકાબલામાં સંક્રમણથી થવાવાળા મોતનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે. અહીંયા કુલ મૃત્યુઆંક 2.98 લાખની પાર થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકની અંદર બ્રાઝિલમાંથી કોરોનાના નવા 82,558 મામલાઓ પણ સામે આવ્યા છે. આ પહેલા 23 માર્ચના રોજ એક જ દિવસમાં 3,158 લોકોએ પોતાની જીવ કોરોનાના કારણે ગુમાવ્યો હતો.