સુરતમાંથી સામે આવ્યો ભાવ વિભોર કરી દેનારો કિસ્સો, જે દીકરી માતાના અંગનું જે મહિલાને મળ્યું હતું દાન એ મહિલાએ દીકરીનું કર્યું કન્યાદાન, જુઓ

4 વર્ષ પહેલા માતાના અંગદાનથી જે મહિલાને મળ્યું હતું નવજીવન, એ મહિલાએ મૃતકની દીકરીના લગ્નમાં આવીને પ્રસંગ દીપાવ્યો, પોતાના હાથે કર્યું કન્યાદાન, જુઓ તસવીરો

Brain dead Woman Performed Kanyadan As A Mother : લગ્ન એક ખુશીઓનો પ્રસંગ છે, પરંતુ જયારે કન્યાદાન અને વિદાયની ક્ષણ આવે છે ત્યારે દરેક લોકોની આંખોમાં આંસુઓ આવી જતા હોય છે. ખાસ કરીને જયારે પરિવારનું કોઈ નજીકનું સદસ્ય જો દુનિયામાં હયાત ના હોય તો એ વ્યક્તિની યાદ ખુબ જ વધારે આવતી હોય છે. ત્યારે હાલ સુરતમાંથી આવેલી એક ઘટનાએ સૌને ભાવ વિભોર કરી દીધા છે.

ઘટના એવી છે કે સુરતમાં ચાર વર્ષ પહેલા એક મહિલાને ડોક્ટર દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેના બાદ પરિવારજનો દ્વારા તેમના અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને મહિલાની કિડની અન્ય એક મહિલાને દાનમાં મળી હતી. આ ઘટનાના ચાર વર્ષ બાદ જયારે બ્રેઈન ડેડ મહિલાની દીકરીનું લગ્ન હતું ત્યારે તેની મુર્તક માતાના અંગદાન લીધેલ મહિલાએ એ દીકરીનું કન્યાદાન પોતાના હાથે કર્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા ન્યુ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળાના પત્ની રાધેકિરણ 16 જૂન 2019માં બાથરૂમમાં પગ લપસી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યાં 20 જૂનના રોજ મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

આ દરમિયાન પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેના બાદ પરિવારે તેમના હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને 6 લોકોને નવજીવન પણ આપ્યું હતું. આ ઘટનાના ચાર વર્ષ બાદ તેમની દીકરી ક્રિષ્નાનો લગ્ન પ્રસંગ હતો. ત્યારે આ પ્રસંગમાં રાધેકિરણ બહેનની કિડનીનું દાન મેળવનારા બાયડના જ્યોત્સ્નાબેન પણ પોતાના પરિવાર સાથે ઉપસ્થિતિ રહ્યા.

જ્યોત્સ્ના બહેને પણ ક્રિષ્નાને પોતાની દીકરી માનીને પોતાના હાથે કન્યાદાન કર્યું. દીકરી ક્રિષ્ના પણ જાણે તેના માતા જીવંત થઈને તેનું કન્યાદાન કરી રહ્યા હોય તેવો જ આ આભાસ થયો હતો. જ્યોત્સ્નાબેને લગ્નની તમામ પૂજાવિધિમાં પણ હર્ષભેર ભાગ લીધો હતો. આ પ્રસંગમાં આવેલા તમામ મહેમાનો પણ ભાવ વિભોર બન્યા હતા.

Niraj Patel