ટ્ર્કના હોર્નમાં ‘નાગિન’ ધૂન વાગતા જ છોકરાઓએ રસ્તા વચ્ચે શરૂ કર્યો નાગિન ડાન્સ, રસ્તા પર નાગની જેમ આળોટીને કરી મોજ-મસ્તી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક રોજ કંઈકને કંઈક નવું જોવા અને જાણવા ચોક્કસ મળી જાય છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા દ્વારા ખુબ ફેમસ થઇ રહ્યા છે, તેઓ સોશિયલ મીડિયા મારફતે પોતાના ટેલેન્ટને બહાર લાવી રહ્યા છે જેથી તે દુનિયાના દરેક લોકો સુધી પહોંચી શકે.

જો કે અમુક વીડિયો ફની અને મજેદાર હોય છે કે તેને જોઈને કોઈપણ પોતાનું હસવું રોકી ન શકે. એવો જ એક ફની વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને પણ લગ્નની જાનની યાદ આવી જશે. સંગીતની ધૂન સાંભળતા જ દરેક કોઈને નાચવાની ઈચ્છા થઇ જાય છે પછી તે કોઈ બીજાના લગ્નની જાન પણ કેમ ન હોય! એવામાં આ વીડિયોમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે.

સામે આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રક રસ્તા પરથી પસાર થઇ રહ્યો છે અને ત્યારે જ ચાલકે  હોર્ન વગાડ્યો. ટ્રકની હોર્નમાં નાગિન ધુન વાગી રહી હતી જેને સાંભળીને રસ્તા પરથી બાઈક લઈને પસાર થઇ રહેલા યુવકોએ જબરદસ્તી ટ્રકને રોકાવી અને ફરીથી હોર્ન વગાડવા માટે કહ્યું. જેવી જ નાગિન ધૂન વાગી કે યુવકો પોતાને ડાન્સ કરવાથી રોકી ન શક્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રસ્તા વચ્ચે જ યુવાનોએ મન ભરીને ડાન્સ કર્યો, મસ્તી કરી અને હલ્લો મચાવ્યો.વીડિયોમાં યુવાનો નાગિન ધૂન પર જમીન પર નાગની જેમ આળોટીને ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને લોકોએ ખુબ કમેન્ટ્સ કરી છે. એક યુઝરે વીડિયો પર કહ્યું કે,”વાસ્તવમાં આ લોકોએ દિલ ખુશ કરી દીધું”. અન્ય એક યુઝરે લખ્યું કે,”હવે ડાન્સ કરવાનો મારો વારો છે”.

Krishna Patel