આવા દોસ્ત કરતા તો દુશ્મન સારા, જાદુગર મિત્રના દરેક જાદુની બીજા મિત્રએ કેમેરા સામે જ ખોલી નાખી પોલ, વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી ગયા

એક પછી એક જાદુની જબરદસ્ત તરીકે બતાવી રહ્યો હતો જાદુગર, લોકો જોઈને રહી ગયા દંગ, પછી મિત્રએ કર્યો એવો કાંડ કે… જુઓ વીડિયો

Boy reveals Everysecret of Magician : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાય વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાઓ. ખાસ કરીને કોઈ જાદુનો વીડિયો લોકોને ખુબ જ પસંદ આવતો હોય છે. જાદુગરની હાથ ચાલાકી જોઈને તમારી આંખો પણ ચાર થઇ જાય.

પરંતુ જો કોઈ જાદુગરની પોલ ખોલી નાખે તો ? હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મિત્ર જ તેના જાદુગર મિત્રની પોલ ખોલતો જોવા મળે છે. આ વીડિયો ટ્વિટર પર @HumansNoContext નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને 27.9 મિલિયન વખત જોવામાં આવ્યો છે. હવે તમે અનુમાન લગાવી શકો છો કે આ વીડિયોમાં કંઈક એવું હોવું જોઈએ જેને આટલા વ્યૂઝ મળ્યા છે.

વાસ્તવમાં, ત્રણ મિનિટની આ વીડિયો ક્લિપમાં એક યુવક એકથી અનેક જાદુઈ યુક્તિઓ બતાવે છે, જ્યારે તેનો મિત્ર તેની દરેક યુક્તિનો પર્દાફાશ કરવા બેઠો છે. વાયરલ વીડિયોમાં યુવક મોબાઈલ સ્ક્રીનની અંદરથી લાલ કપડું પાછળની તરફ ખેંચે છે. દર્શકો આશ્ચર્યચકિત થાય તે પહેલા જ તેની સાથે બેઠેલા તેનો મિત્ર આ યુક્તિનો પર્દાફાશ કરે છે.

વાયરલ વીડિયોમાં આવી ઘણી જાદુઈ યુક્તિઓ બતાવવામાં આવી છે. તે જ સમયે, સોશિયલ મીડિયા યુઝર્સે આ ફની વીડિયો પર ઉગ્ર ટિપ્પણી કરી છે. એક યુઝરે લખ્યું, ‘ભગવાન લોકોને આવા મિત્રોથી બચાવે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આવા મિત્રો કરતા દુશ્મન સારો હોય છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘વાહ જાદુગરને આવો પાર્ટનર મળવો જોઈએ.’

Niraj Patel