વરઘોડાની અંદર ઘોડીના ગળા ઉપર આવીને બેસી ગયો આ યુવક અને પછી કરવા લાગ્યો એવો ડાન્સ કે પાછળ બેઠેલા વરરાજા પણ હક્કાબક્કા રહી ગયા

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, તો ઘણીવાર ઘણા વીડિયોમાં લોકો  ડાન્સ કરતા હોય છે કે તેના વીડિયો જોઈને આપણે પેટ પકડીને હસવા મજબુર થઇ જતા હોઈએ છીએ.

હાલમાં જ સોશિયલ મીડિયા પર આએક આવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે તમારું હસવું તમે રોકી નહીં શકો. વાયરલ થઈ રહેલો આ વીડિયો વરઘોડામાં થઈ રહેલા નાગિન ડાન્સ સાથે સંબંધિત છે, જેમાં યુવકનો ડાન્સ જોઈને વરરાજાના પણ હોશ ઉડી ગયા હતા. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ હાલમાં જ ફરી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સૌથી પહેલા ધૂમ મચાવીને એક વરઘોડો નીકળતો જોવા મળે છે. આ દરમિયાન, વરરાજા ઘોડી પર બેઠેલો જોવા મળે છે અને પાછળ સંગીત વાગી રહ્યું છે. સાથે જ જાનૈયાઓ પણ મસ્તી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. જો કે, ત્યારે જ ફ્રેમમાં એક છોકરાની એન્ટ્રી થાય છે, જે અચાનક વરની સામે ઘોડીના ગળા પર બેસી જાય છે. આ દરમિયાન છોકરાએ નાગિન ડાન્સ કરવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

ઘોડીના ગળા પર બેઠેલા આ છોકરાના ડાન્સ સ્ટેપ જોઈને વર પણ ડરી જાય છે. વીડિયોમાં છોકરાનો ડાન્સ બધાને પસંદ આવી રહ્યો છે. તે જ સમયે વરઘોડોમાં હાજર લોકો પણ છોકરાના ડાન્સનો ભરપૂર આનંદ લેતા જોવા મળે છે. સોશિયલ મીડિયાના ઇન્સ્ટગ્રામ પ્લેટફોર્મ પર આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે જેની અત્યાર સુધી હજારો લોકોએ નિહાળી લીધો છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel