એક નાની અમથી મોબાઇલ ફોનમાં ગેમ રમવા બાબતે 15 વર્ષિય કિશોરની હત્યા, પોલીસે કરી 4 શકમંદ તરૂણોની ધરપકડ

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ગાંધીનગરના નારદીપુરમાં ગેમ રમવા બાબતે કિશોરની થઇ હત્યા, વાલીઓ ચેતી જજો હવેથી, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં ચોંકાવનારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગરના નારદીપુરમાંથી. મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે એક કિશોરની હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલિસે કાર્યવાહી કરી 4 જેટલા શકમંદોની ધરપકડ કરી છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

છોકરો સ્કૂલેથી આવીને મોબાઈલ ફોનમાં ગેમ રમતો અને આ બાબતે માથાકૂટ થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેને કારણે છોકરાની છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના પછી ઘાયલ કિશોરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ તેનો જીવ બચાવી શકાયો નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 25 વર્ષથી યુપીનો એક પરીવાર નારદીપુર ગામે બાંડિયાવાસ ખોડીયાર માતાના મંદિર પાસે રહે છે અને તેઓ પાણીપૂરીનો વ્યવસાય ચલાવી ગુજરાન ચલાવે છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ પરિવારનો 15 વર્ષીય દીકરો અમર ગાંધીનગર ખાતે ધોરમ 9માં અભ્યાસ કરતો હતો. તેને ગામમાં જ રહેતા અન્ય બાળકો સાથે ગેમ રમવા બાબતે બોલાચાલી થઈ હતી અને તે પછી જ્યારે તે ગુરુવારના રોજ શાળાએથી ઘરે આવ્યો અને પછી ગામના તળાવ પાસે રમવા ગયો ત્યારે બાળકો વચ્ચે ફરી બોલાચાલી થઈ અને આ ઘટનામાં બાળકને છરીના ઘા વાગતા તે ગંભીર ઘાયલ થયો હતો. છરીનો ઘા 4.5 ઇંચ લાંબો અને 1.5 ઇંચ પોહળો હતો અને તેને કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલિસે દોડી આવી 4 શકમંદોની ધરપકડ કરી હતી.

Shah Jina