નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌની પસંદ એવી બોર્નવીટા પર મચી રહ્યો છે બબાલ, 1 મિનિટના વીડિયોમાં યુવકે કહ્યું, “નકરી ભરેલી છે ખાંડ…” જુઓ વીડિયો

બોર્નવીટા પર છેડાયો મોટો વિવાદ, યુવકે વીડિયો શેર કરીને લગાવ્યા એવા એવા આરોપ કે પીનારા પણ વિચારતા રહી ગયા, પછી બોર્નવીટાએ આપ્યો એવો જવાબ કે…

બોર્નવીટા એક એવું નામ છે જે આપણા જીવન સાથે જોડાઈ ચૂક્યું છે કે નાનાથી લઈને મોટેરાઓ સુધી મોટાભાગના લોકો તેને પીવાનું પસંદ કરે છે, ભારતના મોટાભાગના ઘરોમાં બોર્નવીટા એક હેલ્દી ડ્રિન્ક તરીકે જાણીતું બન્યું છે અને લોકો તેને ખુબ જ મજાથી પીવે પણ છે. ખાસ કરીને સવારે બાળકોને ચા કે દૂધની જગ્યાએ બોર્નવીટાને દૂધમાં ભેળવીને જ આપવામાં આવે છે.

ત્યારે હાલ એક વીડિયોના કારણે બોર્નવીટા પર સતત ચર્ચા ચાલી રહી છે. એક છોકરાએ સોશિયલ મીડિયા પર લગભગ એક મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના પર એવો હોબાળો થયો કે કંપની ચર્ચામાં આવી ગઈ, લોકો ઉશ્કેરાઈ ગયા અને બોર્નવિટાનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી. મામલો એટલો વધી ગયો કે કંપનીએ છોકરાને લીગલ નોટિસ પણ મોકલી. જે બાદ તેને પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી.

સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર રેવંત હિમતસિંકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બોર્નવિટાની મીઠાશ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે બોર્નવિટામાં મોટી માત્રામાં ખાંડ છે. કોકો સોલિડ્સ અને કેન્સરનું કારણ બને તેવા રંગો ધરાવે છે. જે બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. રેવંત ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ કોચ પણ છે.

રેવંત હિમતસિંગકાનો વિડિયો વધુને વધુ વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા થઈ હતી. આનું કારણ એ છે કે બોર્નવિટાનું વેચાણ બાળકો માટે આરોગ્યપ્રદ પીણા તરીકે કરવામાં આવે છે. લોકો કંપની પર સવાલો ઉઠાવવા લાગ્યા. બોર્નવિટા વિશે વિવિધ વાતો થવા લાગી. જે બાદ કંપનીએ રેવંત વિરુદ્ધ લીગલ નોટિસ જારી કરી હતી. આ પછી તેણે વીડિયો ડિલીટ કરી દીધો.

પરંતુ ત્યાં સુધીમાં તેને 12 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે અને તે હજુ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો અભિનેતા અને રાજકારણી પરેશ રાવલ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે પણ શેર કર્યો હતો. કંપનીએ લીગલ નોટિસ મોકલ્યા પછી પણ મામલો અટક્યો નથી. પોસ્ટ હટાવ્યા પછી પણ લોકો સોશિયલ મીડિયા પર હંગામો મચાવતા રહ્યા. તેમણે કહ્યું કે આવું કરીને કંપની લોકોના અવાજને દબાવી રહી છે.

લીગલ નોટિસ મળ્યા બાદ રેવંતે તેના ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન આપ્યું હતું, જેમાં લખ્યું હતું કે, ’13 એપ્રિલ, 2023ના રોજ ભારતની સૌથી મોટી લો ફર્મ્સમાંથી એક તરફથી લીગલ નોટિસ મળ્યા બાદ મેં તમામ પ્લેટફોર્મ પરથી વીડિયો હટાવવાનો નિર્ણય કર્યો છે. વીડિયો બનાવવા બદલ હું કેડબરીની માફી માંગુ છું. મારો કોઈપણ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો કે કોઈ કંપનીને બદનામ કરવાનો ઈરાદો નહોતો અને મારી પાસે કાનૂની બાબતને આગળ ધપાવવા માટે રસ કે સંસાધનો નથી. હું બહુરાષ્ટ્રીય કંપનીઓને વિનંતી કરું છું કે તે કાયદાકીય રીતે તેનો પીછો ન કરે.

કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ દાવાઓ (રેવન્થના દાવા) ‘અવૈજ્ઞાનિક’ છે અને ‘તેણે (રેવંત) તથ્યોને વિકૃત કહ્યા છે અને ખોટા અને નકારાત્મક અનુમાન કર્યા છે’. કંપનીએ કહ્યું કે તે 7 દાયકાથી વધુ સમયથી ભારતીય ગ્રાહકોનો પ્રેમ મેળવી રહી છે. બોર્નવિટામાં વિટામિન એ, સી, ડી, આયર્ન, ઝિંક, કોપર અને સેલેનિયમ પોષક તત્વો હોય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Niraj Patel