બોલીવુડની સદાબહાર અભિનેત્રી શ્રીદેવીની છેલ્લી તસ્વીર આવી સામે, 5મી પુણ્યતિથિના એક દિવસ પહેલા જ બોની કપૂરે કરી ઈમોશનલ પોસ્ટ… જુઓ
24 ફેબ્રુઆરી 2018નો એ દિવસ હતો જે દિવસે બોલીવુડની ખુબ જ ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. શ્રીદેવીના નિધને આખા દેશને ઝગઝોરીને રાખી દીધું હતું. આજે તેના નિધનને 5 વર્ષ પૂર્ણ થયા છે, તે છતાં ચાહકો આજે પણ તેને ભૂલી નથી શક્યા. આજે પણ ચાહકો કોઈને કોઈ રીતે શ્રીદેવીને યાદ કરતા રહે છે.
શ્રીદેવીનો પરિવાર ઘણીવાર ખાસ પ્રસંગોએ દિવંગત અભિનેત્રી સાથે તેમની યાદો શેર કરે છે. ત્યારે તાજેતરમાં નિર્માતા બોની કપૂર પણ તેમની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં ડૂબેલા જોવા મળ્યા. શ્રીદેવીની 5મી પુણ્યતિથિના એક દિવસ પહેલા બોનીએ તેની છેલ્લી તસવીર શેર કરી હતી. નિર્માતાની આ પોસ્ટ પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ભાવુક પણ જોવા મળી રહ્યા છે.
બોની કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે, શ્રીદેવી, તેમની નાની દીકરી ખુશી કપૂર, બોનીની બહેન રીના કપૂર અને કપૂર પરિવારના સભ્ય મોહિત મારવાહ લગ્નમાં સાથે પોઝ આપતા જોવા મળે છે. તસવીરમાં શ્રીદેવી લીલા અને સોનેરી રંગના એથનિક આઉટફિટમાં અદભૂત દેખાઈ રહી છે, જ્યારે ખુશી કપૂર પેસ્ટલ પીચ લહેંગામાં જોવા મળી રહી છે. બોની કપૂર શ્રીદેવીની બાજુમાં પોઝ આપતા જોવા મળે છે.
આ તસવીર સાથે બોની કપૂરે કેપશનમાં લખ્યું, “છેલ્લી તસવીર” બોની કપૂરે થોડા દિવસ પહેલા પોતાની પત્નીને યાદ કરી હતી. પોતાની પત્નીની એક તસવીર શેર કરતા તેણે લખ્યું, “5 વર્ષ પહેલા તમે અમને છોડી ગયા… તમારો પ્રેમ અને યાદો અમને આગળ વધારશે અને હંમેશા અમારી સાથે રહેશે…” તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની બીજી તસવીર પણ શેર કરી. શેર કરીને લખ્યું, “જે મને છોડીને ગયા તે આજ સુધી મારી સાથે છે…”