બોલિવુડના સ્ટાર્સની છે આવી અજીબ આદતો, 5 નંબરની તો જાણીને રહી જશો હેરાન

એમાં પણ કરીના ખાનની આદત વિશે જાણીને ચીતરી ચડશે

સામાન્ય માણસને તેમના જીવનમાં ઘણી આદતો હોય છે, જેમ કે નખ ચાવવાની કે કોઇ અન્ય. તમને જણાવી દઇએ કે, માત્ર સામાન્ય માણસ જ નહિ પરંતુ બોલિવુડના સ્ટાર્સની પણ અજીબ આદતો હોય છે, તો ચાલો આજે જાણીએ કેટલાક સ્ટાર્સની આદતો વિશે.

1.સલમાન ખાન : તમને જાણીને નવાઇ લાગશે કે બોલિવુડના દબંગ સલમાન ખાનને સાબુ એકઠા કરવાની આદત છે. મીડિયા રીપોર્ટની માનીએ તો આ આદતના તે એટલા દીવાના છે કે તેમની પાસે દુનિયાભરના સાબુનુ કલેક્શન છે. તેમની પાસે ડિઝાઇનર અને હર્બલ સાબુ છે.

2.શાહરૂખ ખાન : બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની જો વાત કરવામાં આવે તો તેઓ જયારે પણ ખાવાનું ખાતા હોય ત્યારે તેમનાથી કયારેય પણ સેલ્ફી લેવાનું ન પૂછવુ. તેમને ખાતા સમયે તસવીર ક્લિક કરાવાથી નફરત છે, તેમને આઇસ્ક્રીમથી પણ નફરત છે. તેઓ વીડિયો ગેમ અને ગેજેટ્સના દીવાના છે.

3.કરીના કપૂર : બોલિવુડની ગ્લેમરસ અને ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક કરીના કપૂરને એક અજીબ આદત છે. તેને નખ ચાવવાની ખરાબ આદત છે. કરીનાને નેલ્સ પર બ્રાઇટ કલરની નેલપોલિશ લગાવવી પસંદ છે.

4.અમિતાભ બચ્ચન : કુલીના સેટ પર અમિતાભ બચ્ચન સાથે એક દુર્ઘટના થઇ હતી અને ત્યારે તેમનો એક હાથ લાંબા સમય સુધી ઘાયલ હતો. ત્યારે તેમણે ડાબા હાથથી લખવાનું શરૂ કર્યુુ હતુ. જયારે પણ એશ્વર્યા અને અભિષેક દેશથી બહાર જાય છે ત્યારે તેઓ તેમની બંને કલાઇ પર ઘડિયાળ પહેરે છે. એક ઘડિયાળમાં ભારતીય સમય અને બીજીમાં તેઓ જયાં ગયા છે તે સમય નેટવર્કની સમસ્યાથી બચવા માટે તેઓ એક કરતા વધારે ફોન રાખે છે.

5.સુસ્મિતા સેન : સાંભળવામાં થોડુ નહિ પરંતુ ઘણુ અજીબ છે પરંતુ હકિકત છે કે, સુસ્મિતા સેનને સાપોનો શોખ છે. તેના ઘરમાં એક પાલતુ જાનવર તરીકે અજગર છે.

6.પ્રીતિ ઝિંટા : પ્રીતિ ઝિંટાને એકદમ સાફ બાથરૂમ પસંદ છે. તે કયારેય પણ કોઇના વોશરૂમનો ઉપયોગ કરતી નથી, ત્યાં સુધી કે જયાં સુધી તે પૂરી રીતે સાફ ન હોય. તે જયારે પણ હોટલ બુક કરે છે ત્યારે તે બાથરૂમની સફાઇ અવશ્ય ચેક કરે છે.

Shah Jina