સિદ્ધાર્થ શુક્લાની માતા અને શહેનાઝની રડી રડીને ખરાબ હાલત, દિલાસો આપવો થયો મુશ્કેલ, જુઓ તસવીરો

ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ 13 વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું અચાનક નિધન થઇ જતા પરિવાર સહિત ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તેમનુ નિધન 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે થયુ છે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા હતા. જયાં પરિવાર સહિત ઘણા સેલેબ્સ પણ સિદ્ધાર્થના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લા તેમના ઘરમાં નાના હતા અને તેમની માતાએ તેમનો એકનો એક દીકરો હંમેશા માટે ગુમાવ્યો જેને કારણે તેઓ ઘણા દુખી હતા. તેમની બંને બહેનોએ પણ તેમના લાડલા ભાઇને ગુમાવ્યો છે અને તે લોકોના આંસુ તો થમી જ રહ્યા ન હતા.

સિદ્ધાર્થને બ્રહ્મકુમારી રીતિ-રિવાજ સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. દીકરીને અંતિમ વિદાય આપવા માટે માતા દીકરીઓ સાથે ઓશિવારા શ્મશાન ઘાટ પહોંચી હતી. તેમની માતાની આંખો નમ હતી અને દીકરાને ગુમાવ્યા બાદ તો તેમનો રડી રડીને હાલ ખરાબ હતો.

શહેનાઝ ગિલ પણ ઓશિવારા શ્મશાન ઘાટ પહોંચી હતી અને આ દરમિયાન તે ગાડીમાં ખૂબ જ રડતી જોવા મળી રહી હતી. અંતિમ સંસ્કાર વચ્ચે જોરદાર વરસાદ થઇ રહ્યો હતો અને તે બાદ પણ ચાહકો તેમના ફેવરેટ સ્ટારની એક ઝલક મેળવવા માટે શ્મશાન ઘાટના ગેટ પર ઊભા હતા. જો કે, મુંબઇ પોલિસ ટ્રાફિક અને ભીડ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી હતી. આ સાથે જ લોકોને ભીડ ન કરવા માટે પણ કહેવામાં આવી રહ્યુ હતુ.

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ તેના અંતિમ સંસ્કારમાં ખાસ મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ પહોંચી હતી. શહેનાઝની રડી રડીને હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. તેને સંભાળવી પણ મુશ્કેલ થઇ રહી હતી. આ દરમિયાન તેને કોઇ સંભાળી શકતુ ન હતુ. સિદ્ધાર્થના નિધન બાદ પહેલીવાર શહેનાઝની દર્દભરેલી તસવીરો સામે આવી છે. તસવીરો જોતા અંદાજ લગાવી શકાય છે કે શહેનાઝને સંભાળવી કેટલી મુશ્કેલ છે.

સિદ્ધાર્થના ઘરે રાહુલે શહેનાઝ ગિલ સાથે પણ મુલાકાત કરી હતી જયાં તે પોલિસ સામે નિવેદન દાખલ કરાવી રહી હતી. તેમણે કહ્યુ કે, સિદ્ધાર્થને જોઇને શહેનાઝનો ચહેરો પીળો પડી ગયો હતો. શહેનાઝને જોતા એવું લાગી રહ્યુ હતુ કે કોઇ મોટુ તોફાન અત્યારે જ તેમની પાસેથી ગુજરી રહ્યુ હોય જેમાં બધુ વહી ગયુ હોય.

જણાવવામાં આવી રહ્યુ છે કે, શહેનાઝ ગિલની બગડતી હાલત જોઇ તેમના ભાઇ શહબાઝ મુંબઇ પહોંચ્યા હતા. શ્મશાન પહોંચેલ સિદ્ધાર્થની માતા સદમામાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના સતત આંસુ વહી રહ્યા હતા. સિદ્ધાર્થના મિત્રો અને પરિવારના ચહેરા પર પણ દુખ જોવા મળી રહ્યુ હતુ.

શહેનાઝનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે જોરજોરથી બૂમો પાડતા સિદ્ધાર્થ પાસે ભાગીને પહોંચી હતી. આ એમ્બ્યુલેંસમાં જ સિદ્ધાર્થનો પાર્થિવ દેહ હતો. શહનાઝને સંભાળવા માટે તેનો ભાઇ પણ પાછળ પાછળ ભાગતો જોવા મળી રહ્યો હતો.

Shah Jina