મુસીબતમાં મન્નત માંગવા પહોંચ્યા અજમેર શરીફ સ્ટાર્સ, ભીડમાં ચાલીને દરગાહ પર ચઢાવી ચાદર
બોલિવુડ સ્ટાર્સ ઘણીવાર તેમની પર્સનલ લાઇફ અને ફિલ્મોની રીલિઝને લઇને અનેક ધાર્મિક સ્થળો પર મન્નત માંગવા પહોંચતા હોય છે. આમ તો સ્ટાર્સ વધુ અજમેર શરીફ દરગાહ જ સ્પોટ થતા હોય છે. એવા ઘણા સ્ટાર્સ છે જે કોઇ મુસીબતમાં કે કોઇ ફિલ્મની રીલિઝને લઇને અજમેર શરીફ પહોંચ્યા હોય અને તેમણે ચાદર ચઢાવી હોય.
1.દીપિકા પાદુકોણ
બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ વેકેશન સાથે સાથે મંદિર અને ગુરુદ્વારા જતી રહેતી હોય છે. દીપિકાએ તેના કરિયરના શરૂઆતી દિવસોમાં અજમેર શરીફ પર ચાદર ચઢાવી હતી.
2.કરીના કપૂર ખાન
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેના લગ્ન બાદ માથા પર ચાદર લઇને અજમેર શરીફની દરગાહ પહોંચી હતી. કરીનાની તે સમયે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.
3.કેટરીના કૈફ
બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ ભલે ભારતની નથી, તે વિદેશી હોવા છત્તા ભારતના રંગમાં રંગાઇ ચૂકી છે. કેટરીના કૈફને ઘણીવાર અજમેરમાં સ્પોટ કરવામાં આવી છે, તેણે માથા પર ચાદર રાખી અજમેરમાં ચઢાવી પણ છે.
4.પ્રિયંકા ચોપડા
બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ઘણી ધાર્મિક છે. તે દેશભરના લગભગ બધા જ ધાર્મિક સ્થળોના દર્શન કરી ચૂકી છે. તે અજમેર શરીફની દરગાહ પણ જઇ ચૂકી છે.
5.કંગના રનૌત
હંમેશા પોતાના બેબાક નિવેદનોને લઇને ચર્ચામાં રહેતી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પણ અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી ચૂકી છે.
6.બિપાશા બસુ
બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુ પણ અજમેર શરીફ દર્શન કરી ચૂકી છે અને તે ચાદર પણ ચઢાવી ચૂકી છે.
7.સોનાક્ષી સિન્હા-અક્ષય કુમાર
આ લિસ્ટમાં બોલિવુડના ખેલાડી અને અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ સામેલ છે. ફિલ્મ “વન્સ અપોન ટાઇમ્સ ઇન મુંબઇ દોબારા”ની રીલિઝ પહેલા તેઓ અજમેર શરીફ પહોંચ્યા હતા.
8.ઉર્મિલા માંતોડકર
બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા પણ અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી ચૂકી છે.
9.વીણા મલિક
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક પણ અજમેર શરીફ દરગાહ આવી ચૂકી છે.
10.અમિતાભ બચ્ચન
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ માથે ચાદર રાખી અજમેર શરીફ દરગાહ પર ચઢાવી હતી.
11.અભિષેક બચ્ચન
આ લિસ્ટમાં અભિષેક બચ્ચન પણ સામેલ છે. તે પણ અજમેર શરીફ પહોંચ્યો હતો અને તેણે પણ માથે ચાદર રાખી ચઢાવી હતી.
12.શાહરૂખ ખાન
બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ અજમેર શરીફ દરગાહ આવી ચૂક્યા છે.
13.અજય દેવગન
બોલિવુડ અભિનેતા અજય દેવગન તેમની પત્ની કાજોલ અને તેમના બાળકો સાથે અજમેર શરીફ આવી ચૂક્યા છે.
14.કુણાલ ખેમુ
અભિનેતા કુણાલ ખેમુ પર માથા મૂકી અજમેર શરીફ દરગાહ ચઢાવી ચૂક્યા છે.
15.સંજય દત્ત
બોલિવુડ અભિનેતા સંજય દત્ત જેલથી બહાર આવ્યા બાદ અજમેર શરીફ દર્શન માટે પહોંચ્યા હતા.