ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરમાં ખુશીઓ આવી ગઈ છે. અનુષ્કાએ એક ખુબ જ સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આઅહેવાલ બૉલીવુડ સાદીમાં પ્રકાશિત થયેલ હતો, અનુષ્કા અને વિરાટને દીકરી જન્મની શુભકામનાઓ સાથે સાથે હવે દીકરીને ભેટો મળવાની પણ શરૂ થઇ ગઈ છે.
બોલીવુડથી લઈને ક્રિકેટ જગતની હસ્તીઓ હવે વિરાટની દીકરીને ભેટ આપી રહ્યા છે. વિરાટ અને અનુષ્કાએ દીકરીનું નામ વામિકા રાખ્યું છે. હવે વોમિકાને કોણ કોણ ભેટ મોકલી રહ્યું છે તેના તરફ પણ એક નજર કરીએ.
સલમાન ખાન:
અનુષ્કા સાથે બજરંગી ભાઈજાનમાં કામ કરી ચૂકેલા બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાને વામિકા માટે એક ખુબ જ સુંદર ડોલ હાઉસ ગિફ્ટમાં મોકલ્યું છે. જેની કિંમત 1 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
અક્ષય કુમાર:
ખબર એવી પણ આવી રહી છે કે અક્ષય કુમારે અનુષ્કા અને વિરાટની દીકરી વામિકા માટે સોનાની પાયલ ભેટ સ્વરૂપે આપી છે.
શાહરુખ ખાન:
બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખરે પણ વામિકાને ભેટ આપી છે. શાહરૂખે વિરાટ અનુષ્કાની દીકરીને ડાયમંડ બ્રેસલેટ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
રણવીર-દીપિકા:
બોલીવુડના ખ્યાતનામ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ વામિકાને એક સોનાની ચેઇન ભેટમાં આપી છે. રિપોર્ટ પ્રમાણે તેની કિંમત 1.80 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
કૈટરીના કૈફ:
કૈટરીના કૈફે વિરાટની દીકરીને એક ડોલ હાઉસ ભેટ કર્યું છે. જેની કિંમત 70 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે.
ઐશ્વર્યા રાય બચ્ચન:
એ દિલ હે મુશ્કિલ ફિલ્મમાં અનુષ્કા સાથે કામ કરી ચુકેલી બચ્ચન પરિવારની વહુએ પણ વામિકાને ભેટ સ્વરૂપે ખુબ જ મોંઘી હેન્ડમેડ ચોકલેટ આપી છે.
આમિર ખાન:
આમિર ખાને પણ વિરાટ અને અનુષ્કાની દીકરીને ખુબ જ નાયબ ભેટ આપી છે. આમિરે વામિકા માટે ગોલ્ડન પ્લેટેડ ક્રેડલ (બેબી બેડ) આપ્યો છે. સાથે એક બુકે પણ આપ્યો છે. જેની કિંમત 1.70 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.