હજુ પણ ખત્મ નથી થઇ અંબાણીની પાર્ટી, શાહરૂખ-સલમાન સહિત આ સ્ટાર્સ એકવાર ફરી પહોંચ્યા જામનગર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન હજુ ખત્મ નથી થયુ, ફરી એકવાર જામનગરમાં બુધવારના રોજ યોજાયેલા સેલિબ્રેશન માટે બોલિવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, જાહ્નવી કપૂર સહિત અન્ય ઘણા સ્ટાર્સ આ ઈવેન્ટમાં હાજરી આપવા ફરી એકવાર જામનગર પહોંચ્યા હતા.
આ દરમિયાનની ઘણી તસવીરો પણ સામે આવી છે, જે જોઈને સ્પષ્ટ થાય છે કે ગત રોજ પણ જામનગરમાં સ્ટાર્સનો મેળાવડો હતો, પરંતુ આ પ્રસંગ એટલો ભવ્ય નહોતો. બધા સ્ટાર્સ સવારે આવ્યા અને સાંજે પરત ફર્યા. વાસ્તવમાં, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સફળ પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ઉજવણી માટે ડિનર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસર પર અનંત અને રાધિકા બંને સાથે હાજર હતા. સલમાન ખાન અને શાહરૂખ બંને જામનગર એરપોર્ટ પર પહોંચતા અને ત્યાંથી સાથે જતા જોવા મળ્યા હતા. આ સેલિબ્રેશન ખૂબ જ ખાનગી રહ્યુ, જેના કારણે અંદરના ઘણા વીડિયો સામે પણ નથી આવ્યા. આ પ્રસંગે અંબાણી પરિવારના તમામ લોકો હાજર રહ્યા હતા.
એટલું જ નહીં સંગીતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાહરૂખ અને સલમાન સિવાય રણવીર સિંહ, જાહ્નવી કપૂર, શિખર પહાડિયા અને ઓરી પણ જામનગર પહોંચ્યા હતા. આ સિવાય સિંગર અરિજિત સિંહ પણ પત્ની સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનની ભવ્ય ઉજવણી થઈ.
આ દરમિયાન જામનગરમાં બોલિવુડ સ્ટાર્સનો મેળો જામ્યો હતો. આ સિવાય આ મેગા ઈવેન્ટમાં ભાગ લેવા માટે ઘણા વિદેશી સ્ટાર્સ પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં ખેલ જગતની હસ્તિઓ પણ ભાગ લીધો હતો. તેમજ દેશ-દુનિયાના પ્રખ્યાત ઉદ્યોગપતિઓ પણ પહોંચ્યા હતા. ત્રિ દિવસિય પાર્ટી પૂરી થયા બાદ તમામ સ્ટાર્સ પોતપોતાના ઘરે જવા રવાના થયા હતા.
જો કે, 6 માર્ચે જામનગર એરપોર્ટ પર શાહરૂખ ખાન, સલમાન ખાન અને જાહ્નવી કપૂર સહિત કેટલાક સ્ટાર્સ જોવા મળ્યા. આ બધા પ્રી-વેડિંગ ફંક્શન બાદ બુધવારે રિલાયન્સના કર્મચારીઓ માટે જે મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેના માટે જામનગર આવ્યા હતા.
View this post on Instagram