જાહ્નવી કપૂરથી લઇને સુસ્મિતા સેન સુધી, બોલિવુડની આ અભિનેત્રીઓએ કરાવ્યુ છે ટેટૂ

બોલીવુડની અભિનેત્રીઓ પર ચઢ્યો ટેટૂ બનાવવાનો ખુમાર, જુઓ ક્યાં ક્યાં ટેટૂ કરાવી બેઠી

બોલિવુડ અભિનેત્રી રીલ લાઇફમાં જેવી પણ દેખાય પરંતુ રિયલ લાઇફમાં તે તેમામ વસ્તુઓને લઇને પસંદ નાપસંદ હોય છે. જેવી રીતે યૂથમાં આ દિવસોમાં ટેટૂ બનાવવાનો ઘણો ટ્રેંડ જોવા મળી રહ્યો છે ત્યારે ઘણી બોલિવુડ દિવાઓએ તેમના શરીર પર ટેટૂ બનાવ્યા છે. આજે અમે તમને એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશુ જેમણે તેમના શરીર પર ડિઝઆઇનર ટેટૂ બનાવ્યુ છે.

1.જાહ્નવી કપૂર : બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી જાહ્નવી કપૂર આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. જાહ્નવી એવી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે જેણે ટેટૂ બનાવ્યુ છે. છેલ્લા દિવસોમાં તેણે તેની કલાઇ પર ઇવલ આઇનું ટેટુ બનાવ્યુ છે. કહેવાય છે આ ટેટૂ ખરાબ નજરથી બચાવે છે.

2.શિલ્પા શેટ્ટી કુંદ્રા : શિલ્પા શેટ્ટી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેના પતિ અને જાણિતા બિઝનેસમેનની મુંબઇ પોલિસે ગંદી ફિલ્મોના નિર્માણ અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપો હેઠળ ધરપકડ કરી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે શિલ્પાને ટેટૂ પસંદ છે. તેણે તેની કલાઇ પર સ્વસ્તિકનું નિશાન બનાવ્યુ છે. જે સમૃદ્ધિનું પ્રતીક છે.

3.શ્રુતિ હાસન : બોલિવુડ અભિનેત્રી શ્રુતિ હાસને પણ તેની પીઠ પર એક બાજુ ટેટૂ બનાવ્યુ છે. તેણે તેની પીઠ પર તમિલ ભાષામાં તેનું નામ લખાવ્યુ છે. શ્રુતિ સાઉથ ફિલ્મોની મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. તે બોલિવુડમાં પણ સક્રિય છે.

4.સોનાક્ષી સિન્હા : બોલિવુડ અભિનેત્રી સોનાક્ષીને બોલિવુડની દબંગ ગર્લ કહેવામાં આવે છે. ઘણા લોકો ટેટૂ એટલા માટે બનાવે છે કારણ કે તેમણે કંઇકને કંઇક બનાવવુ હોય છે. સોનાક્ષીનું ટેટૂ પણ કંઇક આવુ જ છે. તેણે તેના ગળા પર એક નાનો સ્ટાર બનાવ્યો છે.

5.સુસ્મિતા સેન : બોલિવુડ અભિનેત્રી સુસ્મિતા સેન પણ ટેટૂની શોખીન છે. તેણે તેની કલાઇ અને બેક પર ટેટૂ બનાવ્યુ છે. બેક પર જયાં જેગુઆરનું ટેટૂ છે તો હાથ પર તેણે એક પૂરુ વાક્ય લખાવ્યુ છે.

6.તાપસી પન્નૂ : અભિનેત્રી તાપસી પન્નૂને ટેટૂનો એટલો શોખ છે કે તેણે તેના શરૂરના ત્રણ અલગ અલગ ભાગ પર ટેટૂ બનાવ્યા છે. ફિલ્મ પિંક સમયે તેણે તેની નેક પર આઝાદ પરિંદોનુ ટેટૂ બનાવ્યુ છે. પછી ફિલ્મ ગેમ ઓવર સમયે તેણે કલાઇ પર વીડિયો ગેમનું રીમોટ બનાવ્યુ છુ. ફિલ્મ રશ્મિ રોકેટ પહેલા તેણે તેના પગ પર એક ટેટૂ બનાવ્યુ છે.

7.કંગના રનૌત : પોતાના બેબાક નિવેદનોથી અવાર નવાર ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌત પણ ટેટૂની શોખીન છે. કંગનાએ તેના ગળાના પાછળના ભાગ પર એંજલ વિંગનું ટેટૂ બનાવ્યુ છે.

8.દીયા મિર્ઝા : બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીર પર ઘણીવાર તેની કલાઇ પર બનેલ ટેટૂ જોઇ શકાય છે. દીયાએ તેની કલાઇ પર આઝાદ લખાવ્યુ છે.

YC