બોલિવુડમાં ફરી એકવાર શોકનો માહોલ….’બોડીગાર્ડ’ ફિલ્મના ડાયરેક્ટરનું હાર્ટ એટેકથી નિધન ! પરિવારની રડી રડીને હાલત ખરાબ

સલમાનની ‘બોડીગાર્ડ’ના ડાયરેક્ટરનું નિધન, 63 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ, પરિવારની રડી રડીને હાલત ખરાબ

Director Siddique Ismail Death: સલમાન ખાનના ડાયરેક્ટર સિદ્દીકી ઈસ્માઈલનું ગઈકાલે રાત્રે નિધન થઇ ગયું. જે બાદ સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. સિદ્દીકી મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશકોમાંના એક હતા. તેમણે સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડ પણ ડિરેક્ટ કરી હતી. તેમના નિધનથી માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ શોકની લહેર છે. અહેવાલો અનુસાર, સિદ્દીકી લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસોથી ન્યુમોનિયા હતો અને લીવરની સમસ્યા પણ હતી.

ડાયરેક્ટર સિદ્દીકી ઈસ્માઈલનું નિધન
જ્યારે તેમની તબિયત લથડી તો તેમને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને ECMO સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ એક પ્રકારનો આર્ટિફિશિયલ લાઈફ સપોર્ટ છે જે એવા લોકોને આપવામાં આવે છે જેમના ફેફસા યોગ્ય રીતે કામ નથી કરતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને સિદ્દીકીએ આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધુ. સિદ્દીકી ઈસ્માઈલ ભારતના શ્રેષ્ઠ નિર્દેશકોમાંના એક હતા. તેમની પહેલી ફિલ્મ 1989માં આવેલી ‘રામજી રાવ સ્પીકિંગ’ હતી.

છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
સિદ્દીકી ‘હરિહર નગર’, ‘ગોડફાધર’, ‘કાબુલીવાલા’, ‘વિયેતનામ કોલોની’ અને ‘હિટલર’ જેવી પ્રખ્યાત ફિલ્મો આપવા માટે જાણીતા છે. તેમની છેલ્લી ફિલ્મ બિગ બ્રધર હતી જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બોલિવૂડની વાત કરીએ તો, સિદ્દીકી ઈસ્માઈલે સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડનું નિર્દેશન કર્યું હતું. 2011માં આવેલી આ ફિલ્મ લોકોને પસંદ પડી હતી. આ ફિલ્મને માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે એક મહાન દિગ્દર્શક હોવા ઉપરાંત સિદ્દીકી એક સારા અભિનેતા પણ હતા. તે 2022માં કેનકેમમમાં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળ્યા હતા.

આજે થશે અંતિમ સંસ્કાર
ઉલ્લેખનીય છે કે, સિદ્દીકી ઈસ્માઈલના પાર્થિવ દેહને 9 ઓગસ્ટના રોજ એટલે કે સવારે 9 થી 11:30 સુધી કદવંથરાના રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવશે અને પછી તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે, જેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. આ પછી બુધવારે સાંજે 6 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સિદ્દીકીના પરિવારમાં તેમની પત્ની સજીતા અને તેમની ત્રણ પુત્રીઓ છે. સિદ્દીકીના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દુલકર સલમાન અને એટલી જેવા ઘણા સેલેબ્સે દિગ્દર્શકના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Shah Jina