દુનિયાનો સૌથી ઓછી ઊંચાઈ વાળો બોડી બિલ્ડર બંધાઈ ગયો લગ્નના બંધનમાં…વીડિયો અને તસવીરો શેર કરીને વ્યક્ત કરી ખુશી… જુઓ

ગિનિસ બુકમાં નામ નોંધાવી ચૂકેલા દુનિયાના સૌથી ટૂંકા બોડી બિલ્ડર પ્રતીકે તેનાથી ઊંચી જયા સાથે ફર્યા સાત ફેરા.. લગ્નના વીડિયોએ જીત્યા સૌના દિલ

આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડીઓ ભગવાનના ઘરેથી બનીને આવે છે અને ધરતી પર ફક્ત તેમની મુલાકાત થતી હોય છે. તમે એવી ઘણી અનોખી જોડીઓ પણ જોઈ હશે જેના લગ્નના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ એક એવા જ લગ્નની ખબર સામે આવી રહી છે. જેમાં દુનિયાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા બોડી બિલ્ડર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે.

પ્રેમમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી અને જન્મનું કોઈ બંધન હોતું નથી, પરંતુ હવે અમે કહીએ છીએ કે પ્રેમમાં ઊંચાઈની કોઈ મર્યાદા કે બંધન નથી હોતી. પ્રેમ કરવા માટે ઉંચુ કદ હોવું જરૂરી નથી, પરંતુ નાના શરીરની અંદર સુંદર હૃદય હોવું જરૂરી છે. 3.3 ફૂટ ઊંચા પ્રતિકમાં પણ આવું જ હૃદય હાજર હતું.

વિશ્વનો સૌથી નાનો બોડી બિલ્ડરનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર 28 વર્ષીય પ્રતિકને 4 વર્ષ પહેલા પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. હવે તેઓએ લગ્નના સાત ફેરા સાથે તેમના 4 વર્ષ જૂના પ્રેમને એક બંધનમાં બાંધી દીધું છે. પ્રતિકની દુલ્હન ઊંચાઈમાં તેના કરતા ઉંચી છે, પરંતુ બંને આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

પ્રતીકે મીડિયાને જણાવ્યું હતું કે તેના નાના કદના કારણે તે લગ્ન કરે તેવી શક્યતા જણાતી નહોતી, પરંતુ વર્ષ 2018માં હું જયાને મળ્યો, જે મારા ઘર રાયગઢથી લગભગ 120 કિમી દૂર પુણેની રહેવાસી છે. મારા પિતાએ અમારા બંનેનો પરિચય કરાવ્યો અને તે પહેલી નજરનો પ્રેમ હતો. પ્રતિકની હાઇટ 3 ફૂટ 34 ઇંચ અને તેની પત્ની જયાની હાઇટ 4 ફૂટ 2 ઇંચ છે.

પ્રતીકે લગ્ન માટે 4 વર્ષ રાહ જોવાનું કારણ પણ આપ્યું હતું. તેણે કહ્યું કે મેં 2016માં બોડી બિલ્ડીંગની શરૂઆત કરી હતી, પરંતુ મને વધારે સફળતા ન મળી. એટલા માટે મેં સફળતા મેળવ્યા પછી લગ્ન કરવાનું વિચાર્યું હતું. જયાને પણ આ વાત ગમી.હવે હું ફિટનેસ ટ્રેનર છું. મારું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે. હવે હું મારા પગ પર ઉભો છું. તેથી જ હવે મેં જયા સાથે લગ્ન કર્યા છે.

જ્યારે પ્રતીકને હનીમૂન પર જવાના પ્લાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હવે ઘણો ખર્ચ થઈ ગયો છે. મેં મારા લગ્ન મારી કમાણીથી કર્યા છે. આ મારું સપનું હતું. હવે હું બચત કરીશ અને પછી હનીમૂન પર જઈશ. હાલ પૂરતું, અમે અમારા પરિવારના દેવતાને પ્રણામ કરવા જઈશું. આ પછી, આસપાસ ઘણા પ્રવાસન સ્થળો છે, અમે ત્યાં મુલાકાત લઈશું.

Niraj Patel