બોબી દેઓલની મમ્મીને કેમ ખરાબ લાગી ‘એનિમલ’, જોતા જ બોલ્યા- તુ આવી ફિલ્મો ના કર…
‘એનિમલ’માં દીકરા બોબી દેઓલના આ સીનને જોઇ તૂટી પ્રકાશ કૌર, બોલી- આવી ફિલ્મો ના કર તુ…
રણબીર કપૂર અને બોબી દેઓલની ટક્કરવાળી ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. એક વર્ગ એવો છે જેમને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. તે કેટલાક લોકો એવા પણ છે જેઓ આ ફિલ્મને મહિલા વિરોધી, પુરૂષપ્રધાન અને અનેક સ્તરે સમસ્યારૂપ ગણાવી રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં બોબી દેઓલનો માત્ર 10-15 મિનિટનો રોલ છે. પણ તે આ રોલમાં લીડ એક્ટર રણબીર કપૂરને પણ પાછળ છોડી રહ્યો છે.
ફિલ્મ જોઇને કેવું હતુ પ્રકાશ કૌરનું રિએક્શન
બોબી દેઓલે પોતાના થોડા મિનિટોના રોલથી દર્શકોને દિવાના બનાવી દીધા છે અને તેઓ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે કે ‘એનિમલ’માં બોબી દેઓલનો રોલ કેમ મોટો નહોતો. જ્યારે ચારે બાજુથી બોબી દેઓલ પર અપાર પ્રેમ વરસી રહ્યો છે, ત્યારે માતા પ્રકાશ કૌરનું ‘એનિમલ’ પર શું રિએક્શન હતુ. બોબી દેઓલે આ વાતનો ખુલાસો કર્યો છે. બોબી દેઓલે ‘પિંકવિલા’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ જોઈને માતા પ્રકાશ કૌર પરેશાન થઈ ગઈ હતી. ખાસ કરીને મૃત્યુનું દ્રશ્ય જોયા પછી.
મારી માતા ફિલ્મમાં મારા મૃત્યુના દ્રશ્યને સહન કરી શકી નહીં
તેમણે પોતાના પુત્ર બોબી દેઓલને આવી ફિલ્મો ન કરવાની સલાહ આપી હતી. બોબી દેઓલે કહ્યું કે જે રીતે તે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પિતા ધર્મેન્દ્રના મૃત્યુનો સીન જોવાની હિંમત એકઠી કરી શકી ન હતી, તેવી જ રીતે પુત્રના મોતનો સીન પણ જોવાની હિંમત એકઠી કરી શકી ન હતી. બોબી દેઓલે કહ્યું, ‘મારી માતા ફિલ્મમાં મારા મૃત્યુના દ્રશ્યને સહન કરી શકી નહીં. તેમણે મને કહ્યું કે આવી ફિલ્મો તુ ના કર, હું જોઈ શકતી નથી.
કહ્યુ- આવી ફિલ્મો ના કર તુ…
પછી મેં મારી માતાને કહ્યું, જુઓ હું તમારી સામે ઉભો છું. હું બસ એક રોલ કરી રહ્યો હતો. આ ઉપરાંત બોબી દેઓલે ‘બોલિવૂડ હંગામા’ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે પિતા ધર્મેન્દ્ર અને ભાઈ સની દેઓલે હજુ સુધી ‘એનિમલ’ જોઇ નથી. તેણે કહ્યું, ‘મારા પિતા અને મારા ભાઈએ આ ફિલ્મ જોઈ નથી, પરંતુ બીજા બધાએ જોઈ છે. મને જોયા પછી દર્શકો જે રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે તે જ રીતે તે અનુભવી રહ્યો છે. પણ તેમને હંમેશા મારા પર વિશ્વાસ હતો કે હું સારો એક્ટર છું અને મારે બસ એક સારા મોકાની જરૂરત છે.
પત્ની અને બાળકોના રિએક્શન પર પણ આપી પ્રતિક્રિયા
જ્યારે પત્નીના રિએક્શન વિશે બોબી દેઓલને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, હું તેમની આંખોમાં મારા માટે ખુશી જોઇ શકું છું, આ પહેલો મોકો છે, જ્યારે મેં મહેસૂસ કર્યુ છે કે એક પિતા તરીકે હું તેમને કેવી રીતે પ્રભાવિત કરુ છુ. મને લાગે છે કે તેમને આ મળવું જોઇએ. તેમણે મારુ ફેલિયર જોયુ છે અને હવે મારી સફળતા જોઇ રહ્યા છે. જણાવી દઇએ કે, 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી એનિમલે 6 દિવસમાં દેશભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. વિશ્વભરમાં ગ્રોસ કલેક્શન 500 કરોડથી વધુ રહ્યું છે.