‘એનિમલ’માં બોબી દેઓલની એન્ટ્રીવાળા ગીતની લોકોને લાગી ગત, શું તમને ખબર છે આનો અર્થ- જુઓ ફુલ સોન્ગનો વીડિયો

રીલિઝ થયુ બોબી દેઓલનું એન્ટ્રી સોન્ગ Jamal Jamalo Kudu, જાણો આ ટ્રેન્ડિંગ ગીતનો મતલબ

ફિલ્મ એનિમલમાં અબરાર એટલે કે બોબી દેઓલની એન્ટ્રીએ લોકોના દિલ અને દિમાગ પર અસર કરી છે. બોબી દેઓલની એન્ટ્રી સમયે એક ગીત વાગે છે, જેને દર્શકો ઘણુ પસંદ કરી રહ્યા છે. ત્યારે ગીતની લોકપ્રિયતા જોઈને ટીસીરીઝે તેને યૂટયૂબ પર રિલીઝ કર્યું છે. તેનું ટાઇટલ છે ‘Jamal Kudu’. રસપ્રદ વાત એ છે કે આ ગીતને અત્યાર સુધી 18 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે અને સંદીપ રેડ્ડી વાંગાના વખાણ પણ થઈ રહ્યા છે.

બોબી દેઓલનું ગીત ‘જમાલ કૂડુ’ રીલિઝ

જણાવી દઈએ કે આ ગીત ઈરાનનું લોકગીત છે. જે 10 વર્ષ પહેલા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યુ હતુ. ઘણા લોકોએ જૂના ગીતને પણ યૂટયૂબ પર શોધી કાઢ્યુ છે. ત્યારે નવા અને જૂના બંને ગીતો પર લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જૂના ઈરાની ગીત પર એક યૂઝરે લખ્યું કે, આ ગીત 10 વર્ષ જૂનું છે પરંતુ લગભગ મોટા ભાગની કોમેન્ટ્સ થોડા દિવસો જૂની છે. આ રીતે કોઈ ફિલ્મ માસ્ટરપીસને પ્રમોટ કરી શકે છે.

ગીત રીલિઝ થયા બાદ અત્યાર સુધી મળી ચૂક્યા છે 18 મિલિયનથી વધુ વ્યૂઝ

એકે લખ્યું કે, હું બોલિવૂડ ફિલ્મ એનિમલ જોયા બાદ અહીં આવ્યો છું, એકદમ છુપાયેલો ખજાનો હતો. ત્યાં બીજા એકે લખ્યું, આ ગીત તમારા દર્દને દૂર કરી મૂડ બદલી શકે છે. ત્યાં બીજા એકે લખ્યું, એક પણ શબ્દ ન સમજી શક્યા પણ ગુસબમ્પ્સ આવી ગયા. ઉલ્લેખનીય છે કે, બોબી દેઓલનું એન્ટ્રી ગીત જમાલ કુડુ એનિમલમાં શબીના, અભિક્ય, ઐશ્વર્યા અને મેઘના નાયડુએ ગાયું છે અને ઈરાનના ખતરેહ ગ્રુપે બનાવ્યુ છે.

જમાલ કુડુ એ પરંપરાગત ઈરાની ગીત છે

એનિમલના નિર્માતાઓએ આ ગીતને રિક્રિએટ કર્યુ અને ફિલ્મમાં બોબી દેઓલનું એન્ટ્રી ગીત બનાવ્યું. જમાલ કુડુ એ પરંપરાગત ઈરાની ગીત છે, જેનું નામ જમાલ જમાલુ છે. આ ગીતનું અનુવાદ કરીએ તો તેનો અર્થ થાય છે ઓહ મેરી પ્યારી, મેરે દિલ સે મત ખેલો, તુમ જા રહે હૌ ઔર મેં પાગલ હો રહા હું. ગીતની પહેલી બે લાઇનમાં પ્રેમિકા પોતાના પ્રેમીને તેને છોડીને જવા માટે કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol)

vay Siyah Zangi Delamo Nakon Khun Vay To Rafti Safar Shodam Cho Majnun આનો મતલબ એ છે કે કાલી આંખો વાલે મેં દિલ મત મોડ, તુને મુજે છોડા ઔર મેં મજનૂ કી તરહ રાહગીર બંજારા બન ગયા. Hala Jamal Jamalo Jamalo Jamalo Kudu Jamal Jamalo Jamalo Jamalo Kuduનો મતલબ એ છે કે ખૂબસુરતી કો ચમકને દો, બસ ચમકને દો. અહીં જમાલોનો અર્થ છે ચમક કે ચમકાના.

Shah Jina