બ્લેક ફંગસની સારવારમાં થયો દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ, તો પણ…

હોસ્પિટલોની કડવી સચ્ચાઈ: જુઓ આ પીડિતની દર્દભરી કહાની

હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં પણ કોરોનાની આ બીજી લહેરમાં મ્યુકરમાઇક્રોસિસ એટલે કે બ્લેક ફંગસે હાહાકાર મચાવી દીધો છે.  આ બીમારીને કારણે કેટલાક લોકોએ આંખો પણ ગુમાવી પડી છે, ત્યારે આવો જ એક કિસ્સો નાગપુરમાં નોંધાયો છે, જયાં એક વ્યક્તિ કરોડ રૂપિયા ખર્ચ કરવા છત્તાં પણ તે તેમની એક આંખ ના બચાવી શક્યા.

નાગપુરના એક વ્યક્તિને કોરોના થયાના કેટલાક મહિના બાદ મ્યુકરમાઇક્રોસિસ બીમારી થઇ ગઇ હતી અને આ વ્યક્તિ અને તેના પરિવારે સારવાર માટે દોઢ કરોડ રૂપિયા જેટલો ખર્ચ પણ કર્યો. પરંતુ દુર્ભાગ્યવશ આટલો ખર્ચ કરવા છત્તાં પણ તે વ્યક્તિએ એક આંખ હંમેશા માટે ગુમાવી પડી.

નાગપુરના નવીન પોલ જીએસટી વિભાગમાં કામ કરે છે. તેઓ થોડા સમય પહેલા કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને તે બાદ તે બ્લેક ફંગસ બીમારીની ઝપેટમાં આવી ગયા. તેની સારવાર માટે તેમને સતત 6 અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ થવુ પડ્યુ.

તે માટે તેમને 1 કરોડ 48 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો. કોરોનાથી ઠીક થયા બાદ તેમને આંખોમાં તકલીફ થવા લાગી અને ડોક્ટરને આ વિશે પૂછપરછ કરી તો તેમને સારવાર માટે હેદરાબાદ જવાની સલાહ આપી અને ત્યાં કોઇ ખાસ સારવાર ન થયા બાદ તેઓ મુંબઇ ચાલ્યા ગયા.

મુંબઇમાં એક મહિના સુધી તેમની સારવાર થઇ અને તેનાથી કોઇ ફાયદો ન થવા પર તે નાગપુર પાછા આવી ગયા અને અહીં જ સારવાર શરૂ કરાવી અને ડોક્ટરે તેમની એક આંખ નીકાળવાનો નિર્ણય કર્યો. આ બધી હોસ્પિટલોમાં સારવાર માટે તેમને 1 કરોડ 48 લાખ રૂપિયાનું બિલ ચૂકવવુ પડ્યુ. તેમની પત્ની રેલવેમાં કામ કરે છે અને આ માટે તેમને રેલ વિભાગે ઘણી મદદ કરી.

Shah Jina