સસ્પેન્ડ ધારાસભ્યેએ કર્યો મોટો કાંડ, સડસડાટ કાર લઈને આવ્યા અને ભીડ ઉપર જ ચઢાવી દીધી, 7 પોલીસકર્મીઓ સમેત 20 લોકો….

છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા માસુમ લોકો પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. દેશભરમાં આવા અકસ્માતના ઘણા નજારા જોવા મળે છે, ત્યારે બે દિવસ પહેલા જ ઓડિશામાં સસ્પેન્ડેડ BJD ધારાસભ્ય પ્રશાંત જગદેવની કારમાં કચડાઈ જતાં 7 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું કે આ ઘટના ખુર્દા જિલ્લાના બાનાપુરની છે. આ અકસ્માતમાં ચિલ્કાના ધારાસભ્ય જગદેવ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લોક પ્રમુખની ચૂંટણી દરમિયાન જગદેવની કાર BDO બાનાપુરની ઓફિસની બહાર એકઠી થયેલી ભીડને ટક્કર મારી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે બાનાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર આર. આર. સાહુ સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને ભુવનેશ્વરની AIIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં લગભગ 15 ભાજપના કાર્યકરો અને સાત પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

— ANI (@ANI) March 12, 2022

ખુર્દના એસપી અલેખ ચંદ્ર પાધીએ જણાવ્યું કે ધારાસભ્યને પહેલા ટાંગી હોસ્પિટલ અને બાદમાં ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. નોંધનીય છે કે, જગદેવને ગયા વર્ષે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળે ગયા વર્ષે ચિલ્કાના ધારાસભ્ય પ્રશાંત કુમાર જગદેવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જગદેવ પર ખુર્દા જિલ્લામાં ભાજપના સ્થાનિક નેતાની કથિત રીતે મારપીટ કરવાનો આરોપ છે. બીજેડી પ્રમુખ અને મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ તેમને ખુર્દા જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા હતા.

Niraj Patel