મિત્રના જન્મદિવસ પર અન્ય મિત્રો ભૂલ્યા ભાન, ઉજવણી કરવા માટે કર્યું એવું કે બર્થ ડે બોયનો ચહેરો બળી ગયો, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

જન્મ દિવસ બની જવાનો હતો જિંદગીનો અંતિમ દિવસ, મિત્રોએ કર્યું એવું કામ કે માંડ માંડ બચ્યો યુવકનો જીવ, જુઓ વીડિયો

Man Burning In Flames While Cutting Cake : આપણા દેશમાં કોઈનો જન્મ દિવસ હોય ત્યારે મિત્રો દ્વારા તેની ઉજવણી કરવા માટે ખાસ આયોજનો કરવામાં આવે છે, પરંતુ આવી ઉજવણી ઘણીવાર મુશ્કેલીનું કારણ પણ બની જતી હોય છે. એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં જન્મ દિવસની ઉજવણી સમયે કેટલીક દુર્ઘટનાઓ પણ બનતી હોય છે.  હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ મામલો મહારાષ્ટ્રના વર્ધાનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં જન્મદિવસની ઉજવણી દરમિયાન ગંભીર અકસ્માત ટળી ગયો હતો. જ્યારે છોકરો કેક કાપી રહ્યો હતો, ત્યારે તેના મિત્રોએ સ્પ્રે અને સ્પાર્કલ ગનનો વરસાદ કર્યો. આવી સ્થિતિમાં વ્યક્તિના ચહેરા પર આગ લાગી ગઈ. કોઈક રીતે તેણે આગ ઓલવી.

આ વીડિયો ટ્વિટર હેન્ડલ @KhaneAnkita દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે અને અહેવાલ છે કે વર્ધા (મહારાષ્ટ્ર)માં કેક કાપતી વખતે યુવકના મોંમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક લાઈનમાં એક વ્યક્તિની સામે ઘણી કેક મૂકવામાં આવી છે.

બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે. તેમજ બર્થડે સેલિબ્રેશનની ખુશીમાં મિત્રો મિત્રને સ્પ્રે છાંટતા હોય છે. જ્યારે કેટલાક સ્પાર્કલ ગન ચલાવી રહ્યા છે. આ દરમિયાન વ્યક્તિના ચહેરા પર આગ લાગી જાય છે. તે કોઈક રીતે મોઢા પર થપ્પડ મારીને આગ ઓલવી નાખે છે. આ બધું જોઈને મિત્રો છાંટવાનું બંધ કરે છે. સંગીત પણ બંધ થાય છે.

Niraj Patel