હોસ્પિટલમાં ચાર પગ વાળી બાળકીનો જન્મ થતા જ જોવા માટે લાગી લોકોની ભીડ, ડોકટરોએ લીધો આ મોટો નિર્ણય, જુઓ

માતાએ હોસ્પિટલમાં આપ્યો ચાર પગ વાળી બાળકીને જન્મ, લોકોએ ગણાવ્યો ઈશ્વરનો ચમત્કાર, પરિવાર સમેત ડોક્ટર પણ આવી ગયા અચરજમાં.. જુઓ

આપણા દેશમાં રોજ હજારો બાળકોનો જન્મ થતો હોય છે, ત્યારે ઘણીવાર હોસ્પિટલમાં કેટલાક એવા બાળકોનો પણ જન્મ થાય છે જેને લઈને લોકોમાં પણ અચરજ પેદા થતું હોય છે અને આવા બાળકોને જોવા માટે લોકો પણ હોસ્પિટલમાં ઉમટી પડતા હોય છે. આવા બાળકોના જન્મને ઘણા લોકો ઈશ્વરીય અવતાર અને ચમત્કાર સાથે પણ સરખાવતાં હોય છે, ત્યારે હાલ એક એવી જ ખબર સામે આવી છે, જેમાં એક 4 પગ વાળી બાળકીનો જન્મ થતા જ લોકોમાં કૌતુક જન્મ્યું હતું.

આ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી. જ્યાં એક બાળકીનો જન્મ ચાર પગ સાથે થયો હતો. બાળકીના જન્મ થવાની સાથે જ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો અને બાળકીના પરિવારજનો પણ વિચારમાં પડી ગયા હતા. આ બાળકીને જોવા માટે હોસ્પિટલમાં ભારે ભીડ પણ જામી હતી અને લોકો પણ હેરાની સાથે આ બાળકીને જોઈ રહ્યા હતા. હાલ બાળકી ડોકટરોની દેખરેખમાં છે અને ડોકટરો પણ આ મામલે એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે.

આ ઘટના ગ્વાલિયરની કમલરાજા હોસ્પિટલની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે મોડી રાત્રે આરતી કુશવાહા નામની મહિલાએ ચાર પગવાળી બાળકીને જન્મ આપ્યો હતો. આ સમાચાર બહાર આવતાની સાથે જ ખબર સોશિયલ મીડિયા પર પણ ફેલાઈ ગઈ. આ પછી બાળકીના પરિવારજનો ભયભીત થઈ ગયા હતા અને હોસ્પિટલમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક આ છોકરીને ચમત્કારી કહી રહ્યા છે તો કેટલાક તેને અવતાર માની રહ્યા છે.

બીજી તરફ બાળકીના જન્મ બાદ જ તબીબોની ટીમે બાળકીની તપાસ શરૂ કરી છે. એક મોટા પગલામાં ડોકટરોએ આ બાળકીના અન્ય બંને પગને સર્જરી કરીને દૂર કરવાનો નિર્ણય લીધો છે, જો કે આ મામલો હજી ચાલુ છે અને અન્ય નિષ્ણાતો સાથે વાતચીત ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોક્ટર્સનું કહેવું છે કે હાલમાં બાળકીના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને જો તે સંપૂર્ણ સ્વસ્થ હશે તો તેના બે વધારાના પગ સર્જરી કરીને કાઢી નાખવામાં આવશે.

Niraj Patel