પવિત્ર શ્રાવણ માસમાં ગાયે આપ્યો બે માથા અને 3 આંખો વાળા વાછરડાને જન્મ, લોકો માનવ લાગ્યા ચમત્કાર, કહ્યું “આ તો છે શિવજીનો અવતાર” જુઓ

દેશભરમા પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો શિવજીની ભક્તિમાં લિન છે, તો આ શ્રાવણ માસની અંદર ઘણી જગ્યાએ ઘણા ચમત્કાર પણ જોવા મળતા હોય છે. ત્યારે હાલ એવા જ એક ચમત્કારની ઘટના સામે આવી છે, જેમાં એક ગાયે એક એવા વાછરડાને જન્મ આપ્યો છે જેને જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે અને લોકો આ વાછરડને ભગવાન શિવજીનો અવતાર પણ માની રહ્યા છે.

આ દુર્લભ ઘટના સામે આવી છે બિહારના ખાગરિયામાંથી. જ્યાં એક ગાયે એક અદ્ભુત વાછરડાને જન્મ આપ્યો છે. વાછરડાને બે માથા અને ત્રણ આંખો છે, ગામના લોકો વાછરડાને ભગવાન શિવનો અવતાર માનીને પૂજા કરવા લાગ્યા. ગ્રામજનોએ વાછરડાને મંદિર પરિસરમાં રાખી તેની સેવા કરી હતી. પરંતુ મંગળવારે મોડી રાત્રે તેનું મોત થયું હતું. જેના કારણે આખા ગામમાં શોક ફેલાઈ ગયો. વાછરડાને શણગાર્યા બાદ સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

વાછરડાને બે મોં અને ત્રણ આંખો હતી. આ વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. વાછરડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા હતા. શ્રાવણમાં આવા વાછરડાના જન્મની માહિતી સાંભળીને લોકો તેને ભગવાનના રૂપમાં જોવા લાગ્યા. આ ઘટના ખગરિયા જિલ્લા મુખ્યાલયથી 50 કિલોમીટર દૂર પરબત્તા બ્લોકના અરિયા ગામની છે.

(પ્રતીકાત્મક તસવીર)

મંગળવારે રાત્રે આ અદ્ભુત વાછરડાનું મોત થતાં પશુપાલક હરિલાલ યાદવ સહિત ગ્રામજનો શોકમાં ડૂબ્યા હતા. હરિલાલ યાદવે કહ્યું કે બધું જ પ્રભુનો ભ્રમ છે. આ વાછરડું આટલા ઓછા સમય માટે જ પૃથ્વી પર આવ્યું હતું. મૃત્યુ પછી બધા દુઃખમાં ડૂબી ગયા. મૃત વાછરડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બધાની આંખો ભીની હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જણાવી દઈએ કે આ વાછરડાના મોત બાદ ગામલોકોએ તેને સજાવીને અંતિમયાત્રા કાઢી, આ દરમિયાન દરેકની આંખો ભીની થઈ ગઈ હતી, પરંતુ જેણે પણ આ વાછરડાને જીવતા જોયો હતો, તે પોતાની જાતને ધન્ય માની રહ્યો હતો અને તેને ભગવાન શિવના આશીર્વાદ માનવામાં આવ્યો હતો. ઘણા લોકો તેને ભગવાન શિવનો અવતાર માની રહ્યા હતા.

Niraj Patel